iPhone Xનું સસ્તુ વેરિયન્ટ થશે લોન્ચ, જાણો કિંમત

PC: twimg.com

અમેરિકાની iPhoneની નિર્માતા કંપની Appleએ હાલમાં જ પોતાના સૌથી મોંઘા ફોન iPhone Xને લોન્ચ કર્યો હતો. આ ફોનની કિંમત એક લાખ રૂપિયાથી પણ વધુ છે, જે સામાન્ય યુઝરના પહોંચની ઘણી બહાર છે. પરંતુ હવે કંપની iPhone Xનું સસ્તું વેરિયન્ટ લોન્ચ કરવાનો વિચાર કરી રહી છે, જેનાથી સામાન્ય યુઝર પણ તેને ખરીદી શકે.

2018માં iPhone Xને નવા રૂપમાં લોન્ચ કરવામાં લાવી શકે છે. સૂત્રોના કહેવા પ્રમાણે iPhone Xને LCD ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવશે. Appleના આ બજેટ-ફ્રેન્ડલી ડિવાઈસનું નામ iPhone XC હશે. ઈન્ટરનેટ પર ફરી રહેલા તેના ફોટોને આધારે ફોનનું ડિઝાઈન અને કલર્સને લીધે પણ ચર્ચામાં છે. આ ફોનમાં તમને ઘણા કલર્સ ઓપ્શન મળશે.

એટલું જ નહીં, iPhone Xની જેમ બેઝલ લેસ ડિસપ્લે આપવામાં આવી છે. તેમાં A11 Boinic અથવા A12 ચિપસેટ અને એજ-ટુ-એજ બેઝલ ફ્રી ડિઝાઈન આપવામાં આવી શકે છે. આ ફોનમાં હોમ બટન નહીં આપવામાં આવશે. આ ફોનને ઓછી કિંમતથી લોન્ચ કરવામાં આવશે. iPhone XC ની કિંમત 499 અથવા 549 ડોલરમાં લોન્ચ થશે. જો ભારતમાં લોન્ચ થશે તો તેની કિંમત 32,000થી 35000 રૂપિયા સુધીની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp