LGએ લોન્ચ કર્યો V30+ ફોન, જાણો કિંમત અને ફીચર્સ

PC: nowhereelse.fr

LGએ ભારતમાં પોતાનો ફ્લેગશીપ સ્માર્ટફોન V30+ લોન્ચ કર્યો છે. ફોનની ખાસિયત એ છે કે તેમાં બે ડિસપ્લે છે અને તે વોટરપ્રુફ અને ડસ્ટપ્રુફ છે. સાથે ફોનની ડિસપ્લે HDR10ને સપોર્ટ કરે છે. આ સિવાય ફોનમાં એવું એક ફીચર પણ છે જેની મદદથી તમે પોતે karaoke બનાવી શકશો. ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફએશિયલ રિકોગ્નિશન પણ આપવામાં આવ્યું છે.

LG V30+માં બે ડિસપ્લે છે, જેમાં એક ફ્લેટિંગ બાર ડિસપ્લે છે અને બીજી હંમેશા ઓન રહેવાવાળી છે. ફ્લોટીંગ બારમાં તમે ટાઈમ અને નોટીફિકેશન જોઈ શકશો. ફોનમાં 6 ઈંચની ક્વોડએચડી ફુલવિઝન ડિસપ્લે, એન્ડ્રોઈડ નુગટ 7.1.2, ક્વોલકોમ 835 પ્રોસેસર, 4 GB RAM અને 128GB સ્ટોરેજ છએ, જેને 2TB સુધી વધારી શકાશે.

ફોનના કેમેરાની વાત કરીએ તો ડ્યુઅલ કેમેરામાં એક કેમેરો 16 મેગાપિક્સેલનો અને બીજો 13 મેગાપિક્સેલનો છે. જ્યારે ફ્રન્ટ કેમેરો 5 મેગાપિક્સેલનો છે. આ સિવાય ફોનમાં બ્લૂટૂથ 5.0, એનએફસી, ઓડિયો જેક અને 3300 mAhની બેટરી આપવામાં આવી છે.

ફોનની કીંમત 44,990 રૂપિયા છે. ફોન માત્ર એમેઝોન પરથી જ વેચાશે. 18 ડિસેમ્બરથી શૂર થનારા એમેઝોન સેલમાં ઓફર સાથે વેચાણમાં મુકાનારો આ ફોનની સાથે 12 હજાર રૂપિયાની કીંમતના વન-ટાઈમ સ્ક્રીન રીપ્લેસમેન્ટની ઓફર પણ મળશે. આ સિવાય કંપની 3 હજારની કીંમતનું વાયરલેસ ચાર્જર પણ ફ્રીમાં આપશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp