WhatsAppમા આવી રહ્યું છે Gmail જેવું ફીચર

PC: xavierstuder.com

વર્લ્ડ ફેમસ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp હવે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેમાં યુઝર્સ સ્પામ મેસેજને લેબલ કરી શકશે. આ જાણકારી WhatsAppમા બદલાવોને ટ્રેક કરનારા WaBetaInfoના ટ્વીટર અકાઉન્ટ પરથી મળી છે. ઉલ્લેખનીય છે કે, WaBetaInfoએ થોડા દિવસ પહેલા એમ પણ કહ્યું હતું કે, WhatsApp ઓડિયો કોલને વીડિયો કોલમાં સ્વીચ કરી શકાય તેવો ઓપ્શન પણ લાવવાની તૈયારીમાં છે.

WaBetaInfoના જણાવ્યાનુસાર WhatsApp એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેમાં યુઝર્સ અજાણ્યા સેન્ડરને સ્પામ તરીકે માર્ક કરી શકશે. આ ફીચર આગામી અપડેટ વર્ઝન 2.17.430મા આવશે. આ સાથે જ યુઝર્સ આવા સેન્ડર્સને રિપોર્ટ અથવા બ્લોક પણ કરી શકશે. આ ફીચરને iOS અને એન્ડ્રોઇડ બંને ઓપરેટિંગ સિસ્ટમના યુઝર્સ માટે ડેવલપ કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp