ચૂંટણીની હાર-જીતનો સટ્ટો લેવાનું બૂકીઓએ કેમ બંધ કરી દીધું જાણો

PC: intoday.in

ક્રિકેટ સહિતની રમતો ઉપર સટ્ટો રમાડી રહેલા બૂકીઓ ગુજરાતની ચૂંટણી ઉપર પણ કરોડોનો સટ્ટો રમાડી રહ્યા હતા, મહિના પહેલા બૂકીઓએ ભાજપને 110 બેઠકો મળી રહી છે, તેવા દાવા સાથે ભાજપના પચાસ પૈસા અને કોંગ્રેસનો દોઢ રૂપિયાનો ભાવ આપી સટ્ટો લખવાની શરૂઆત કરી હતી, પણ ચૂંટણીના ઉમેદાવારો જાહેર થયા બાદ બૂકીઓ દ્વારા ભાજપને 105 બેઠકો અને કોંગ્રેસને 90 બેઠકો મળી રહી છે તેવા દાવો કરી ભાજપ અને કોંગ્રેસનો એક-એક રૂપિયો ભાવ કરી દીધો હતો

પરંતુ છેલ્લાં ત્રણ દિવસથી તમામ બૂકીઓ ગુજરાતની ચૂંટણીમાં ભાજપ અથવા કોંગ્રેસ જીતશે તેની ઉપર દાવ લગાડવાનું બંધ કરી દીધુ છે. એક બૂકી સાથે થયેલી વાતચીત પ્રમાણે આંકડાઓ પ્રમાણે ભાજપની જીત નિશ્વીત હોવાનું હમણાં સુધી લાગી રહ્યુ હતું, પરંતુ સામા પક્ષે કોંગ્રેસ અને હાર્દિકની સભામાં જે રીતે ભીડ વધવા લાગી અને ભાજપનાં નેતાઓની સભામાં ભીડ ઘટવા લાગી તેના કારણે ખરેખર પરિણામ શું આવશે તે અસ્પષ્ટ થઈ ગયુ છે. આ સંજોગોમાં જુના ભાવ પ્રમાણે બૂકીઓ લખવાનું ચાલુ રાખે તો મોટી ખોટ આવવાની સંભાવના છે. જેના કારણે બૂકીઓ હવે આ સટ્ટો આગળ કરવા માગતા નથી.

બીજા તબ્બકાના મતદાન પહેલા બૂકીઓ બજારમાં ખસી જતા ભાજપના નેતાઓ પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે કારણ હમણાં સુધી બૂકી માટે ભાજપ હોટ ફેવરીટ હતું, પણ બૂકીના મનમાં ઉભી થયેલી અસ્પષ્ટતાએ ભાજપના નેતાઓને પણ ફરી ગણિત માંડવા મંજબુર કર્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.