કાળી ચૌદસની રાતે કોઈ ગુનાની શરૂઆત સારી ગણાય, માટે તે હત્યા કરવા જ જતો હતો

PC: i2.wp.com

કાળી ચૌદસની રાતે તાંત્રીક અને ગુનેગારો ઉપર નજર રાખવા માટે પોલીસનું પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યુ હતું. પેટ્રોલીંગ દરમિયાન સરદારનગર પોલીસને જાણકારી મળી છે છારાનગર પાસેથી કોઈનું અપહરણ થયુ છે, પોલીસ ત્યારે પહોંચી પણ અપહરણ કોનુ થયુ છે, કોણે કર્યુ છે તેની કોઈ જાણકારી પોલીસ પાસે ન્હોતી, હજી સુધી કોઈ અપહરણની ફરિયાદ પણ પોલીસ કંટ્રોલરૂમ કે સ્ટેશનમાં આવી ન્હોતી. કાળી ચૌદસની રાતે પોલીસે અંધારામાં ફાંફા મારવાના હતા.

સરદારનગર સર્વેલન્સ સ્ટાફે પોતાના બાતમીદારોને કામે લગાડયા, તેમાં જાણકારી મળી કે સરદારનગરમાં રહેતા કુખ્યાત મુન્ના રાઠોડને કોઈની સાથે ઝઘડો થયો હતો, તે પોતાના એકટીવા ઉપર જતા હતા ત્યારે છારાનગરમાંથી બહાર આવી રહેલી કાર સાથે તેન ટક્કર થઈ અને પછી મુન્ના રાઠોડ જે કાર સાથે અકસ્માત થયો હતો, તેના જ કાર માલિકને કારમાં જબરજસ્તી બેસાડી કયાંક લઈ ગયો છે. આટલી માહિતીને આધારે આસીટન્ટ પોલીસ કમિશનર દિપક વ્યાસ પોતાના સ્ટાફ સાથે મુન્ના રાઠોડના ઘરે પહોંચી ગયા તે ઘરે ન્હોતો, પણ તેની પત્નીને પોલીસે કહ્યુ જો અમને ખબર પડી ગઈ છે કે મુન્ના રાઠોડ કોઈનું અપહરણ કરી લઈ ગયો છે, તેને ફોન કરી બોલાવી લે.

પોલીસ પાસે તો કોનું અપહરણ થયુ છે, તેની જાણકારી પણ ન્હોતી, પોલીસના કાફલાને જોઈ કુખ્યાત મુન્ના રાઠોડની પત્નીએ તેનો ફોન કરી જાણ કરી કે ઘરે પોલીસ આવી છે, તે વખતે મુન્ના રાઠોડ સાબરમતી નદી કિનારે હતો, જયારે ફોન આવ્યો ત્યારે તે જેને ઉપાડી લાવ્યો હતો તેને મારી જ નાખવાનો હતો, પણ તેની પત્નીના ફોનના કારણે તે અટકી ગયો, તેને સમજાઈ ગયુ કે હવે પોલીસ તેના ઘર સુધી પહોંચી ગઈ છે, તો હવે તેને પકડી પણ લેશે, થોડીવારમાં તે જેનું અપહરણ કરી ગયો હતો તેને લઈ સીધો પોતાના ઘરે આવી ગયો, ત્યાં પોલીસ હાજર જ હતી. મુન્નાએ પોલીસને જણાવ્યુ કે હાટકેશ્વર રહેતો દિપલ ચૌધરી છારાનગરમાંથી કાર લઈ નિકળ્યો ત્યારે અકસ્માત થયો, જેમાં મુન્નાના સ્કુટરને સારૂ એવુ નુકશાન થયુ માટે તેનું અપહરણ કરી પહેલા તો તેે ખુબ માર્યો હતો, આ ઉપરાંત કાળી ચૌદસ હોવાને કારણે જો કોઈ ગુનાની શરૂઆત થાય તો આખુ વર્ષ સારૂ જશે તેવી ગણતરીએ તેની હત્યા કરવાનો જ હતો પણ ત્યાં તેની પત્નીએ પોલીસ આવી ગઈ હોવાની જાણ કરી, પોલીસે દિપલ ચૌધરીની હાલત જોતા તેને ખુબ માર મારવામાં આવ્યો હતો જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ હતો, પોલીસે તેને સારવાર માટે હોસ્પિટલ મોકલી મુન્ના રાઠોડ ધરપકડ કરી.

મુન્ના રાઠોડ ઉપર અનેક ગુનાઓ નોંધાયેલા છે, જેમાં પુના તેની ગેંગ દ્વારા મોટી લુંટ કરવાનો ગુનો પણ નોંધાયેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp