રેલવે ટ્રેકની નજીક શૌચ કરી રહેલા 57 લોકોની ધરપકડ

PC: staticflickr.com

'સ્વચ્છ ભારત' અભિયાનને લઈ અધિકારીઓ કશું નથી કરી શકતા. ક્યારેક ખુલ્લામાં શૌચ કરવાવાળાઓને હાર પહેરાવવામાં આવે છે તો ક્યારેક આખા ગામની વીજળઈ કાપી નાખવામાં આવે છે. ક્યારેક લાકડી લઈને ડરાવવામાં આવે છે, તો ક્યારેક સીટી મારીને ભગાડવામાં આવે છે. આ વખતે અધિકારીઓએ ખુલ્લામાં શૌચ કરતા 57 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ બધા રેલવે ટ્રેકના કિનારા પર બેસીને શૌચ કરી રહ્યા હતા.

આ વાત ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ગોમતી નગર રેલવે સ્ટેશનની છે. આ લોકોને આરપીએફના જવાનોએ ખુલ્લામાં શૌચ કરવા પર પકડ્યા હતા. દરેકના વિરુદ્ધ મામલો દર્જ કરવામાં આવ્યો છે. ડાલીગંજ અને ગોમતીનગર સ્ટેશનની વચ્ચે રેલવે સુરક્ષા બળે સઘન ચેકિંગ અભિયાન ચાલુ કર્યું હતું. સવારે કરવામાં આવેલા આ ચેકિંગ દરમિયાન સુરક્ષા બળના અધિકારીઓએ ખુલ્લામાં શૌચ કરી રહેલા 57 લોકોની અટકાયત કરી હતી.

અધિકારીઓએ કહ્યું હતું કે, 'આ બધા લોકો રેલવેના પરિક્ષેત્રમાં ગંદકી ફેલાવે છે. તે બધા પર ગંદકી ફેલાવવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. બધાને લખનૌ શહેરમાં લઈ આવી તેમની વિરુદ્ધ મુકદ્દમો રજીસ્ટર કરવામાં આવ્યો છે. હવે આ લોકોને મેજીસ્ટ્રેટની સામે લઈ જવામાં આવશે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp