જાણો અમદાવાદના ક્યા વિસ્તારમાંથી મળી આવ્યા તોગડીયા, ભારે સસ્પેન્સ

PC: dnaindia.com

આજે સવારે અમદાવાદના વિશ્વહિન્દુ પરિષદના કાર્યાલય પરથી ગૂમ થયેલા ડો.પ્રવીણ તોગડીયા પરનું સસપેન્સ ઉંચકાયું છે. તેઓ અમદાવાદનાં કોતરપુર એરપોર્ટ વિસ્તારમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા છે. 14 કલાક સુધી ચાલેલા લાપતા થવા પાછળના કારણોની પોલીસ તપાસ કરશે..

વિગતો મુજબ પ્રવીણ તોગડીયાના ગૂમ થવા પાછળ અલગ અલગ અટકળો ચાલી રહી હતી. વહેલી સવારે રાજસ્થાન પોલીસ તેમને ઉંચકી લેવા અમદાવાદ આવી હતી. પોલીસે તોગડીયા અંગે કોઈ પણ કાર્યવાહી કરી ન હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ વિહિપના નેતાઓએ તેમના એનકાઉન્ટરની આશંકા પણ વ્યક્ત કરી હતી.

પ્રવીણ તોગડીયાને દાખલ કરાયા તે ચંદ્રમણી હોસ્પિટલ

આજે રાત્રે સાડા નવ વાગયાની આપાસ અમદાવાદનાં કોતરપુર વિસ્તારમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તોગડીયાને 108 નંબરની એમ્બ્યુલન્સ લઈને આવી હતી. હવે પ્રશ્ન એ થાય છે કોતરપુર વિસ્તાર સુધી પ્રવીણ તોગડીયા કેવી રીતે પહોંચ્યા. તેમની સાથે શું થયું. પોલીસમાં તેમના ગૂમ થવા અંગેની ફરીયાદ દાખલ કરવામાં આવેલી છે.

ડો.તોગડીયાને અમદાવાદના શાહીબાગ વિસ્તાપૃરમાં આવેલી ચંદ્રમણિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના ડોકટરોએ પ્રાથમિક સારવાર બાદ કહ્યું કે તેમનું શ્યુગર લેવલ ઓછું થઈ ગયું હતું. તેમના શરીર ઈજાના કોઈ નિશાન નથી. કોતરપુર એરપોર્ટની પાછળના વિસ્તારમાંથી ડો.તોગડીયા મળી આવ્યા હોવાનું તેમના નજીકના સૂત્રોએ જણાવ્યું છે. હાલ તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. હોસ્પિટલની બહાર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. અત્રે નોંધનીય છે કે શોહરાબુદ્દીન એનકાઉન્ટરમાં આરોપી બનેલા આઈએએસ અધિકારી પીપી પાંડેને પણ આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભરતપુરના રેન્જ આઈજી એકે વશિષ્ઠે કહ્યું કે પ્રવીણ તોગડીયા પોલીસની કસ્ટડીમાં નથી. પોલીસ પણ હોસ્પિટલથી તેમના લીધા વિના જ પરત ફરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp