સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં જાણો ક્યા કેટલો વરસાદ

PC: twitter.com/RapidResponse

રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. જેમાં રાજ્યના 115 તાલુકાઓમાં નોંધપાતણ્ર વરસાદ થયો છે. આ સાથે રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 40.73 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત રીજિયનમાં 57.27 ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.17/07/2018ને સવારે 7-00 કલાક સુધી રાજ્યના ચોવીસ તાલુકાઓમાં ચાર ઇંચથી વીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં 496 મી.મી. એટલે કે 20 ઇંચ, ઉના તાલુકામાં 350 મી.મી. એટલે કે 14 ઇંચ અને કોડીનાર તાલુકામાં 330 મી.મી. એટલે કે 13 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના જાફરાબાદ તાલુકામાં 284 મી.મી. એટલે કે 11 ઇંચ, સુત્રાપાડામાં 245 મી.મી. એટલે કે 10 ઇંચ જેટલો, ધરમપુરમાં 225 મી.મી. એટલે કે નવ ઇંચ, વલસાડમાં 217 મી.મી., વઘઇમાં 200 મી.મી., પારડીમાં 198 મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં આઠ ઇંચ, ખેરગામમાં 195 મી.મી., રાજકોટમાં 187 મી.મી., રાજુલા અને તળાજામાં 175 મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં સાત ઇંચ, મહુવામાં 168 મી.મી., વેરાવળમાં 149 મી.મી. મળી મળી કુલ બે તાલુકામાં છ ઇંચ, ચોટીલામાં 143 મી.મી., કપરાડામાં 134 મી.મી. અને મોરબીમાં 128 મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઇંચ, કાલાવડમાં 120 મી.મી., ભરૂચમાં 112 મી.મી., વાંકાનેરમાં 110 મી.મી., તલાલા અને વાપીમાં 106 મી.મી., બોટાદમાં 102 મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ ઉપરાંત વાંસદા તાલુકામાં 97 મી.મી., લોધીકા અને આણંદમાં 96 મી.મી., વાગરામાં: 93 મી.મી. પડધરીમાં 91 મી.મી., ખાંભામાં 90 મી.મી., વડીયામાં 88 મી.મી., માંગરોળમાં 87 મી.મી., શિહોરમાં 84 મી.મી., વીંછીયામાં 83 મી.મી., ચીખલીમાં 82 મી.મી., ગોંડલમાં 80 મી.મી., ઘોઘામાં 79 મી.મી., ભાવનગરમાં 77 મી.મી., ડોલવણમાં 76 મી.મી. મળી કુલ 15તાલુકાઓમાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

જ્યારે દાંતા તાલુકામાં 72 મી.મી., કોટડા-સાંગાણીમાં 70 મી.મી., નવસારીમાં 69 મી.મી., ગઢડામાં 68 મી.મી., રાણપુરમાં 67 મી.મી., ચુડામાં 65 મી.મી., થાનગઢ અને ઉમરાળામાં 64 મી.મી., ટંકારા અને વીસાવદરમાં 63 મી.મી., વલ્લભીપુરમાં 62 મી.મી., ખેડામાં 61 મી.મી., જામકંડોરણામાં 60 મી.મી., માળીયા-મીયાણામાં 59 મી.મી., પાલીતાણા અને ઉમરપાડામાં 58 મી.મી., લાઠી અને જલાલપોરમાં 57 મી.મી., ધ્રોલ અને કુતીયાણામાં 56 મી.મી., નડિયાદ અને ગણદેવીમાં 55 મી.મી., મૂળી અને કરજણમાં 54 મી.મી., વડોદરામાં 53 મી.મી., કેશોદમાં 52 મી.મી., ખંભાતમાં 51 મી.મી., હાલોલમાં 50 મી.મી. મળી કુલ 27 તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય 51 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp