લેસ્બિયન, ગે, ટ્રાન્સજેન્ડર-અકસ્માત અંગે જાગૃતિ લાવવા ગાર્મેન્ટ્સ રજૂ કરાશે

PC: khabarchhe.com

IDT ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન એન્ડ ટેક્નોલોજી કે જે ફેશન ડિઝાઇનીંગ, ઇન્ટેરીઅર ડિઝાઇનીંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ જેવા ટેક્નિકલ કોર્સ શીખવાડે છે. IDT દર વર્ષે વાર્ષિક ફેશન શોનું આયોજન કરે છે. આ વખતે 'ફેશનોવા-2019'નું આયોજન આગામી 30 જૂને અવધ યુટોપિયા ખાતે બપોરે 3 કલાકે અને સાંજે 7 કલાકે કરાયું છે.

IDTના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની બ્રાન્ડ જેવી કે, લક્ષ્મીપતિ, ફોર બટન્સ, ઇલાયચી, મધુપ્રિયા, સિટકા, આયેશા, આદિયા, ચિરાગ ફેશન, પ્યોર-9 અને ક્રિસ્ટલ લેસ માટે કેટલોગની ડિઝાઇન તૈયાર કરાવીને ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્ર વચ્ચે એક પુલ બનાવવાનું કામ કર્યું છે. આ તૈયાર થયેલા ગાર્મેન્ટ્સ 'ફેશનોવા-2019'માં પ્રસ્તુત કરાશે.

ફેશનોવા-2019'માં 31 થીમો રહેશે. શોના મેન્ટર તરીકે બોલીવૃ઼ના ફેશન ડિઝાઇનર સલીમ અસગરલી જ્યારે કોરિઓગ્રાફીની જવાબદારી કોરીઓગ્રાફર કેયુર દેસાઇએ સંભાળી છે. આ શોમાં કુલ 200 ડિઝાઇનરોએ પોતાના ડિઝાઇનર કરેલા ગાર્મેન્ટ્સ પ્રસ્તુત કરાશે.

ફેશનોવા-2019' આ થીમો પણ છે

લેસ્બિયન, ગે અને ટ્રાન્સજેન્ડર મુદ્દાને પણ આ શોમાં સમાવવામાં આવ્યો છે.
દૂષિત પર્યાવરણ આ નોબલ કોઝને શોના ગારમેન્ટની થીમ.
પુલવામામાં આપણા જવાનોએ બતાવેલ તાકાત અને તેની પ્રેરણા અને સંદેશો.
માર્ગ અકસ્માત કાયદાના પાલન અંગે જાગૃતિ લાવવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp