સુરતમાં કારમાંથી 75 લાખ રોકડા જપ્ત, EDને તપાસ સોંપાઈ

PC: twitter.com

ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે ત્યારે રોકડ રકમ જપ્ત કરવાનો મામલો સુરતમાં સામે આવ્યો છે. પોલીસે 75 લાખની રોકડ જપ્તીનો કેસ હવે EDને સોંપ્યો છે. સુરતના મહિધરપુરામાંથી 75 લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. તેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ત્યારે આ કેસની તપાસ હવે પોલીસે EDને સોંપી છે. ઇડી તપાસ કરશે કે પૈસા કોના છે અને કોને મોકલવાના હતા. જેથી આ મામલે વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે.

આ મામલે પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે જેમાં એક દિલ્હીનો ઉદય ગુર્જર છે અને બીજો રાંદેરનો મોહમ્મદ ફૈઝ છે. મહિધરપુરામાં કારમાં 75 લાખ રોકડા લઈને જતા આ બે લોકોને પોલીસે પકડી પાડ્યા હતા. કારમાંથી કોંગ્રેસની પત્રિકાઓ મળી આવી છે. જેના કારણે આ રૂપિયા ચૂંટણીમાં કોંગ્રેસ માટે લાવવામાં આવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૂરતમાં આ પ્રકારે અગાઉ પણ રોકડ રકમનો મામલો સામે આવ્યો હતો. જેમાં નકલી નોટો જપ્ત કરવામાં આવ હતી આ કેસ મામલે પણ તપાસ ચાલી રહી છે ત્યારે વારંવાર આ પ્રકારે ચૂંટણી પહેલા રોકડ રકમના મામલાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા પણ વોચ ગોઠવી દેવામાં આવી છે. પ્રોહિબિશનની ગેરકાયેદસર પ્રવૃત્તિઓ સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ રોકડ રકમ મામલે પણ સઘન તપાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp