સુરતમાં 8 યુવતીઓએ દિક્ષા ગ્રહણ કરી અપનાવ્યો સંયમનો માર્ગ

PC: news18.com

એક તરફ દેશ દુનિયામાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યા છે ત્યારે સુરતમાં એક સાથે 8 યુવતીઓએ દિક્ષા ગ્રહણ કરીને સંયમનો માર્ગ અપનાવ્યો છે. વિવિધ સ્થળેથી આવેલી 8 યુવતીઓએ જૈન સાધુ-સાધ્વીઓની હાજરીમાં દિક્ષા ગ્રહણ કરી સંસારની મોહમાયાનો ત્યાગ કર્યો છે. આ કાર્યક્રમમાં હાજર જૈન સાધુ-સાધ્વીઓએ અને હજારો લોકોએ દિક્ષા ગ્રહણ કરનાર મુમુક્ષોને આશીર્વાદ આપ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરીએ તો સુરતના કૈલાશનગર શ્વેતાબંર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે 8 યુવતીઓએ દિક્ષા ગ્રહણ કરી હતી. આચાર્ય ગુણરત્નસુરીશ્વરી મહારાજની નિશ્રામાં મુમુક્ષુ ધ્રુવી કુમારી કોઠારી (ઉ.વ. 24, સુરત), મુમુક્ષુ ખુશી (ઉ.વ 17, કર્ણાટક), મુમુક્ષુ મહેક (ઉ.વ 14, મુંબઇ), મુમુક્ષુ મિંજલ શાહ (ઉ.વ. 27, ભાવનગર), મુમુક્ષુ પૂજા કિરિટભાઇ (ઉ.વ.20 સુરત), મુમુક્ષુ પૂજા સુરેશભાઇ (ઉ.વ.22, ડીસા), મુમુક્ષુ સ્નેહી કોઠારી (ઉ.વ. 17, સુરત) અને મુમુક્ષુ સ્વિટી જ્યંતિભાઇ (ઉ.વ.23, રાજસ્થાન) એમ કુલ 8 મુમુક્ષુ દિક્ષા ગ્રહણ કરી હતી. આચાર્ય રશ્મીરત્ન સુરીજીએ જણાવ્યું હતું કે આચાર્ય ગુણરત્નસુરીશ્વરી મહારાજના હસ્તે 400મી દિક્ષાનો રૅકોર્ડ થયો છે જેની નોંધ ગુજરાત બુક રૅકોર્ડ, એશિયા બુક રેકોર્ડ અને ઇન્ડિયા બુક રૅકોર્ડ જેવી વિવિધ રૅકોર્ડ બુકની ટીમે લીધી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp