લોકડાઉન વચ્ચે સુરતમાં નરાધમે ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો

PC: dainikbhaskar.com

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે લોકોને ઘરની બહાર નીકળવાની તંત્ર દ્વારા મનાઈ કરવામાં આવી રહી છે. લોકડાઉનની સ્થિતિમાં બળાત્કારની ઘટનાઓ પણ સામે આવી રહી છે. કોરોના વાયરસની મહામારીમાં પણ નરાધમો કુકર્મ કરવાથી પણ અચકાતા નથી. ત્યારે નાની બાળકી પર બળાત્કારની વધુ એક ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર એક નરાધમ ચાર વર્ષની બાળકીને અશ્વનિકુમાર રોડ પર આવેલા સ્મશાન ગૃહની નજીક ઊંચકીને લઇ ગયો હતો ત્યારબાદ ઝાડી-ઝાંખરામાં લઇને નરાધમે નાની બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતું. આ સમગ્ર ઘટનાની જાણ બાળકીના પરિવારને થતાં તેમને તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાળકીને હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે ખસેડતા બાળકી પર બળાત્કાર થયો હોવાનો ખુલાસો થતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે નરાધમની શોધખોળ કરવા માટે આ વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ ચેક કરતા નરાધમ રેલવે ફાટક તરફ બાળકી લઈ જતો હોવાનું CCTVમાં કેદ થઈ ગયો હતો. જેથી પોલીસે CCTV ફૂટેજના આધારે નરાધમની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આરોપીને પકડવા માટે ડોગ સ્કવોર્ડ અને ક્રાઇમ બ્રાન્ચની પણ મદદ લીધી છે.

Image may contain: one or more people

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા છે લિંબાયત વિસ્તારમાં ચાર વર્ષની બાળકી પર નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી હતી. લિંબાયત વિસ્તારની ઘટના પછી સુરતના પૂણા વિસ્તારના એક 13 વર્ષની કિશોરીને પેટમાં દુખાવો થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાય ત્યારે ખબર પડી કે તેને દોઢ મહિનાનો ગર્ભ છે. ત્યારબાદ કિશોરીએ પરિવારના સભ્યોએ તેની માતાના માસાએ 10થી 12 વાર ત્રણ મહિના પહેલા બળાત્કાર ગુજાર્યો હોવાનું કહ્યું હતું. તેથી પરિવારના સભ્યોએ સમગ્ર મામલે બળાત્કારી માસા સામે પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા બળાત્કારનો ગુનો દાખલ કરીને માસાની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp