લિવ-ઈન રીલેશનમાં રહેતા સુરતના યુવકની લલનાની મદદથી પત્નીએ જ કરાવી હત્યા

PC: youtube.com

એના ગામથી ગંગાધાર જતા રસ્તા પર ખેતરની પાળ પરથી ડીકમ્પોઝ થયેલી લાશ મળી આવી હતી. પોલીસે આ લાશનો કબજો લઇને પ્રાથમિક દૃષ્ટિએ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. જે દિવસે પોલીસને રોહિતની લાશ મળી હતી. તે જ દિવસે રોહિતની સાથે લિવઇન રીલેશનશિપમાં રહેતી જ્હાન્વી નામની યુવતીએ કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં શંકાના આધારે ફરિયાદ નોંધાવી હતી કે, રોહિતની પત્ની જયશ્રી અને બે ઈસમોએ રોહિતનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો અને તેની લાશને સગેવગે કરવાના પણ આક્ષેપ ફરિયાદમાં કર્યા હતા. આ ફરિયાદ દાખલ થતા પહેલા કડોદરા પોલીસ સ્ટેશનમાં જ્હાન્વીએ રોહિતના ગુમ થવાની ફરીયાદ નોંધાવી હતી.

ત્યારબાદ પોલીસે આક્ષેપો કરતી ફરિયાદના આધારે રોહિતની પત્ની જયશ્રીની તેના ઘરેથી અટકાયત કરીને તેની કડક વલણ દાખવીને પૂછપરછ કરતા જયશ્રીએ રોહિતની હત્યાનો ગુનો કબુલી લીધો હતો. પોલીસને જાણવા મળ્યું હતું કે, જયશ્રીએ રોહિતની હત્યા કરવા માટે જયશ્રીની સાથે દેહ વ્યાપારના ધંધામાં સંકળાયેલી જ્યોતિ નામની યુવતી પાસે રોહિતને કોલ કરીને તેને કડોદરા બોલાવ્યો હતો. રોહિત જ્યારે આવ્યો હતો. ત્યારે જ્યોતિ રોહિતની બાઈક પર બેસી ગઈ અને બંને પલસાણા તરફ જવા નીકળ્યા હતા. ત્યારે તેઓ બંને નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા મોસમ મોટર્સ પાસે વાતો કરવા ઊભા રહ્યા હતા.

જે સમયે રોહિત અને જ્યોતિ એકબીજા સાથે વાતો કરતા હતા. ત્યારે જયશ્રી બે ઇસમોને તેની કારમાં લઈને આવી હતી. બંને ઇસમોએ રોહિત સાથે ઝપાઝપી કરીને માથામાં લોખંડનો સળીયો મારીને તેની હત્યા કરી હતી. ત્યારબાદ જયશ્રી એ તેની સાથે આવેલા બે શખ્સો સાથે મળીને રોહિતની લાશને ગંગાધરા જતા રસ્તા પર અવાવરું જગ્યામાં ખેતરની બાજુમાં ભરાયેલા પાણીમાં ફેંકી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp