સુરતમાં બાઈક ટો થતા યુવકનો ક્રેન કર્મચારી પર પાઈપ વડે હુમલો

PC: youtube.com

નવા ટ્રાફિકના નિયમો પછી અવાર અવાર ટ્રાફિક પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા છે, ત્યારે સુરતમાં ટ્રાફિક પોલીસની ક્રેનમાં કામ કરતા કર્મચારી અને એક વાહન ચાલક વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા. વાહન ચાલકે ક્રેનના કર્મચારીનો પીછો કરીને તેના પર પાઈપ વડે હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે ક્રેનના કર્મચારીએ હુમલો કરનાર વાહન ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે વાહન ચાલક સામે હત્યાની કોશિશ અને સરકારી ફરજમાં રુકાવટ મામલે ગુનો દાખલ કર્યો હતો.

એક રિપોર્ટ અનુસાર, 2 ડિસેમ્બરના રોજ વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિરથી ફૂલ માર્કેટ તરફ જતા રસ્તા પર કેટલાક વાહન ચાલકોએ રસ્તા પર નો-પાર્કિંગમાં પાર્ક કરેલા બાઈકોને વરાછાની ટ્રાફિક પોલીસની ક્રેનમાં ટો કરવાની કામગીરી નરેશ રાજપુત અને ટ્રાફિક કોન્સ્ટેબલ પીયુષ કરી રહ્યા હતા. જે સમયે બંને ટો કરેલી બાઈકને ગીતાંજલિ બ્રિજની નીચે આવેલી ટ્રાફિક ચોકી તરફ ક્રેન દ્વારા લઇને જતા હતા તે સમયે કટેલાક ઇસમોએ તેમની ગાડી ક્રેનમાં હોવાનું કહીને ક્રેન પર પથ્થરમારો કર્યો હતો.

જોકે, ક્રેનમાં રહેલા નરેશ અને પીયુષને પથ્થર ન વાગતા એક બાઈકવાળો યુવક પાઈપ લઈને ક્રેઇનની પાછળ ક્રેનમાં રહેલા કોન્સ્ટેબલને મારવા માટે દોડ્યો હતો અને પાઈપ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ પાઈપ મુકીને તે યુવકે નરેશનો પગ પકડીને તેને ચાલુ ક્રેનમાંથી નીચે પટક્યો હતો. આ ઘટનામાં નરેશને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે નરેશે હુમલો કરનારા ઇસમ અને તેના મિત્રો સામે હત્યા કરવાની કોશિશ અને ફરજમાં રુકાવટ બદલ ગુનો દાખલ કરાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp