દેશવાસીઓમાં ફરી એક વાર એકતા અને રાષ્ટ્રભાવનાની લહેર જાગી છે: મંત્રી મુકેશ પટેલ

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હરઘર તિરંગા અભિયાનના ભાગરૂપે કૃષિ, ઉર્જા રાજ્ય મંત્રી મુકેશ પટેલની આગેવાની હેઠળ ઓલપાડ તાલુકા મથકેના સર્કીટ હાઉસથી મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય સુધી તિરંગા યાત્રામાં યોજાઈ હતી. આ તિરંગા પદયાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો પગપાળા ચાલીને સહભાગી થયા હતા. સૌએ તિરંગો લહેરાવી હર્ષનાદ સાથે અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે કૃષિ રાજ્યમંત્રી મુકેશ પટેલ જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ આઝાદીના અમૃત્ત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે માટે તિરંગા પદયાત્રાઓ યોજાઈ રહી છે. યુવાનો, બાળકો, વિદ્યાર્થીઓ પોતાની સ્વબચતથી તિરંગો ઝંડો ખરીદીને યાત્રામાં જોડાયા છે, જે સરાહનીય છે. સુરત જિલ્લાના તમામ નાગરિકો તા.13 થી 15મી ઓગષ્ટ સુધી પોતાના ઘરો પર તિરંગો લહેરાવીને રાષ્ટ્રભાવનાના આ યજ્ઞમાં ઉત્સાહભેર જોડાવાનો અનુરોધ તેમણે કર્યો હતો. નવા ભારતના નિર્માણ માટે સૌ કોઇ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવાનું આહ્વાન તેમણે કર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, તિરંગા યાત્રા થકી પ્રત્યેક નાગરિકોમાં ફરી એક વાર એકતા અને રાષ્ટ્રભાવનાની લહેર જાગી છે. રાષ્ટ્રધ્વજની આચારસંહિતામાં સુગમ બદલાવ કરીને કેન્દ્ર સરકારે કોઈ પણ સ્થળે, રાતદિન રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સ્વતંત્રતા આપી છે, ત્યારે દરેક નાગરિકોએ ઘરે ઘરે તિરંગો લહેરાવવાનો છે, અન્ય પાસેથી તિરંગો ભેટ લેવાના બદલે સ્વબચતમાંથી રાષ્ટ્રધ્વજ ખરીદવા ભારપૂર્વક આગ્રહ કર્યો હતો. વિદ્યાર્થીઓના જુસ્સાને બિરદાવતા દરેકને પોતાના ઘર પર તિરંગો લહેરાવી દેશપ્રેમ વ્યક્ત કરવાની હિમાયત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp