PM મોદીના કામથી પ્રભાવીત થઇ સુરતના યુવકે ડાયમંડ પર ઉપસાવ્યો PM મોદીનો ચહેરો

PC: dainikbhaskar.com

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાંદીની મૂર્તિ પછી સુરતના એક યુવકે રફ હીરાને ભારતના નકશાના આકારમાં કટ કરીને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર બનાવી છે. યુવક આ હીરો PM મોદીને ભેટમાં આપશે.

એક રિપોર્ટ અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા આકાશ સલીયા નામના યુવકે વર્ષ 1998ના તેના એક સંબંધી પાસેથી એક ત્રણ કેરેટનો ડાયમંડ અંદજીત 45,000 રૂપિયાની કિંમતમાં ખરીદ્યો હતો. ડાયમંડની ખરીદી કર્યા પછીના 14 વર્ષ પછી આકાશ એક દિવસ ડાયમંડનું નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યારે તેને ડાયમંડમાં ભારતનો નકશો હોવાનો આભાસ થતા તેને ડાયમંડને ભારતના નકશાનો આકાર આપવાનું નક્કી કર્યું.

આકાશે દરરોજ પાંચ કલાક હીરા પર મહેનત કરીને બે મહિનાના સમયમાં હીરાને ભારતના નકશાનો આકાર આપ્યો હતો. નકશો તૈયાર કરીને ડાયમંડને સેફમાં મૂકો સલામત રીતે તિજોરીમાં મૂકી દિધો હતો. બે વર્ષ પછી 2017 આકાશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, બેટી બચાવો-બેટી પઢાવો જેવા દેશલક્ષી કાર્યોથી પ્રભાવિત થઇને ભારતના નકશાના આકાર વાળા ડાયમંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા બનવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ તેને ડાયમંડ પર એક મહિના સુધી મહેનત કરીને લેસરથી ભારતના નકશા વાળા ડાયમંડ પર PM મોદીની આકૃતિ ઉપસાવી હતી.

ઉલ્લેખનીય છે કે, 3 કેરેટના ડાયમંડને ભારતના નકશાનો આકાર આપતા તે માત્ર 1.46 કેરેટનો થઈ ગયો હતો. ભારતમાં પહેલી વાર ડાયમંડને ભારતના નકશાનો આકાર આપવાનું કામ સુરતના આકાશે કર્યું છે. આકાશે 1થી 8 MMના કાંચ પર પ્રયોગ કરીને હીરાને ભારતના નકશાનો આકાર આપ્યો હતો. 1.46 કેરેટના આ હીરાની હાઈટ 14 MM, લંબાઈ 12.08 MM અન હીરાની જાડાઈ 2 MMની છે. આકાશ હવે આ હીરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp