સુરત મહાનગરપાલિકાએ નવરાત્રી માટે ઈન્ડોર સ્ટેડિયમ ભાડે દેવા ઓફર્સ મંગાવી પછી...

PC: wordpress.com

કોરોના વાયરસની મહામારીના કાળમાં નોરતામાં ગરબા માટે મંજૂરીને લઈને સરકાર પણ અવઢવમાં છે. આ માહોલ વચ્ચે સુરત કોર્પોરેશન તરફથી ઈન્ડોર સ્ટેડિયમને ભાડે આવા માટે ઓફર્સ મંગવવામાં આવી હતી. જોકે, આ જાહેરાતને હજું બે જ દિવસ થયા છે ત્યાં કોર્પોરેશને આ ઓફર્સ સ્થગિત કરી દીધી છે. સુરત કોર્પોરેશનના સ્ટેન્ડિગ કમિટી ચેરમેન અનિલ ગોપલાણઈએ જણાવ્યું હતું કે, અત્યારે લોકોનું આરોગ્ય જળવાય રહે એ પ્રાથમિકતા છે.

સરકાર આવનારા સમયમાં ગાઈડલાઈન્સ અનુસાર આયોજન માટે હા પાડશે તો એ પ્રમાણે આયોજન થશે. હાલ આ જાહેરાત કેન્સલ કરી દેવામાં આવી છે. આ જાહેરાત સુરત કોર્પોરેશન તરફથી પાર્ટ ઓફ ડ્યુટી પ્રમાણે જાહેર કરવામાં આવી છે જે હવે સ્થગિત કરી દેવામાં આવી છે. તા.17 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે. સુરત કોર્પોરેશન તરફથી બે દિવસ પહેલા નવરાત્રી માટે ઈન્ડોર સ્ટેડિયમ ભાડે ફાળવવા માટે ટેન્ડર નોટિસ બહાર પાડીને ઓફર્સ મંગાવવામાં આવી હતી. તા.1 ઓક્ટોબર સુધીમાં બંધ કરવામાં આયોજકોએ કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં જઈ ફોર્મ જમા કરાવવાનું હતું. જેમાં રૂ.2 લાખની ડિપોઝિટ જમા કરાવવા માટે શરત મૂકવામાં આવી હતી. જે હવે બધુ બંધ થઈ રહ્યું છે. અનિલ ગોપલાણીએ ઉમેર્યું હતું કે, આજે સવારે મેયર અને કોર્પોરેશન કમિશનર સહિતના લોકોએ ચર્ચા કરી હતી. જેમાં ઈન્ડોર સ્ટેડિયમ નોરતા માટે ભાડે આપવાની પ્રક્રિયા સ્થગિત કરી જાહેરાત રદ્દ કરવાનું નક્કી થયું હતું. જ્યાં સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારના આદેશ ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયા બંધ રાખવામાં આવશે.

 

નોરતા માટે સરકારે અત્યારે કોઈ પ્રકારની મંજૂરી આપી નથી. સુરત કોર્પોરેશને મંગાવેલી ઓફર્સ સ્થિગિત કરી દેવામાં આવી છે. સરકાર જે પ્રમાણે નિર્ણય કરશે એ પ્રમાણે સુરત કોર્પોરેશન એનો અમલ કરશે. જોકે, નવરાત્રીને લઈને રાજકોટ તથા અમદાવાદના તબિબોએ પણ કોઈ આયોજન ન કરવા માટે સરકારને અપીલ કરી છે. રાજકોટ મેડિકલ એસો.ના તબીબોએ રાજ્ય સરકારને તથા મુખ્યમંત્રીને લેખિતમાં અરજી કરી કોઈ આયોજન ન કરવા માટે વિનંતી કરી છે. આ ઉપરાંત જો કોઈ ખેલૈયાઓ કોરોના પોઝિટિવ આવશે તે એમનો કોઈ પ્રકારનો ઈલાજ કરવામાં નહીં આવે એવી કડક શબ્દોમાં સ્પષ્ટતા પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp