પહેલા પ્રેમિકાને ગર્ભવતી બનાવી પછી લગ્ન કર્યા અને ત્યારબાદ ઘરમાંથી કાઢી મુકી

PC: huffpost.com

વલસાડમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં, એક પ્રેમીએ તેની પ્રેમિકાને ગર્ભવતી બનાવી અને પછી તેની સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ એક મહિના પછી પ્રેમીએ પ્રેમિકાને ઘરની બહાર કાઢી મુકી હતી. પ્રેમિકાએ બાળકને જન્મ આપ્યા બાદ કેટલાક મહિના પછી પ્રેમીએ બાળકની માગણી કરી હતી, પ્રેમિકાએ બાળક આપવાની ના પાડતા પ્રેમીએ પ્રેમિકાના પરિવાર પર હુમલો કર્યો હતો.

ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો, વલસાડ તાલુકાના વાંકલ ગામની સપના નામની યુવતીને રીતેશ નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો અને સપના લગ્ન પહેલા જ ગર્ભવતી બની ગઈ હતી. ત્યારબાદ રીતેશ અને સપનાએ ઓક્ટોબર, 2018માં કોર્ટ મેરેજ કરી લીધા હતા. પરંતુ આ બંનેનું લગ્ન જીવન લાંબુ ચાલ્યું નહીં, લગ્નના એક જ મહિનામાં પતિ-પત્નીની વચ્ચે અનબન થતા રીતેશે સપનાને ઘરની બહાર કાઢી મુકી હતી અને ત્યારબાદ સપના માતાની ઘરે રહેતી હતી. માતાના ઘરે સપનાએ એક પુત્રને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ રીતેશ પર ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો.

ત્યારબાદ પતિ રીતેશ અને સપના દુલસાડ ગામે એક લગ્ન પ્રસંગમાં ભેગા થઈ ગયા હતા, ત્યાં રીતેશે સપના પાસે પુત્રની માગણી કરી હતી. ત્યારે સપનાએ દીકરો આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ સપના જ્યારે તેની માતા અને ભાઈ સાથે મોડી રાત્રે પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે રસ્તામાં રીતેશ અને તેના ભાઈ કૌશિકે સપનાના પરિવારને ગાળો આપી હતી. જેના કારણે સપનાના ભાઈનો રીતેશ સાથે ઝઘડો થયો હતો. ત્યારે સપનાની માતાએ વચ્ચે પડીને બંનેને છુટા પડ્યા હતા. ત્યારબાદ બીજે દિવસે સવારે રીતેશ સપનાના ઘરે આવ્યો હતો. ત્યારે સપના, તેની માતા અને તેના ભાઈને મારી નાંખવાની ધમકી આપી હતી. જેના કારણે સપનાની માતાએ રીતેશ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp