PAASની રજૂઆત : પ્રભાવિત વિસ્તારોમાં ભાજપનાં સભા-સરઘસ પર મૂકો પ્રતિબંધ

PC: DeshGujarat.com

પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)નાં સુરત ખાતેનાં કન્વીનરોએ પોલીસ વિભાગને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે સુરતમાં અન્યત્ર કોઈ પણ જગ્યાએ ભાજપનાં કાર્યક્રમોને મંજુરી આપવામાં નહી આવે.

PAASનાં કન્વીનરો ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરીયાએ આ અંગે જણાવ્યું હતું કે સુરત શહેરનાં વરાછા વિસ્તારમાં પાટીદાર જનસમુદાય મોટી સંખ્યામાં વસી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષથી પાટીદાર સમાજ દ્વારા સરકાર સામે અનામતની માંગ સાથેનું આંદોલન શરૂ થયેલું છે. પરંતુ હજુ સુધી તેનો કોઈ સુખદ ઉકેલ આવેલો નથી. આંદોલન દરમિયાન થયેલા પોલીસ દમન અને ગોળીબારની ઘટના પછી લોકોમાં રોષનું વાતાવારણ ઉભું થયેલું છે અને તેનું પરિણામ રાજ્ય સરકારે ગત ચૂંટણીમાં જોયું. જેથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાની હારનાં દર્શન જોયા પછી પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં ધર્મ-રાષ્ટ્ર અને સેવાનાં નામે કાર્યક્રમો કરી પાટારને મનાવવાનાં મરણિયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પણ સમાજ પોતાની માંગ સાથે અડગ છે. ભાજપ દ્વારા જાણી જેઈને પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં આવા પ્રોગ્રામો યોજી પાટીદારોમે છંછેડવાની કોશિશ કરવામાં આવી રહી છે.

આવેદનપત્રમાં પોલીસને વિનંતી કરવામાં આવી છે કે શહેરની શાંતિ અને સલામતીનાં હેતુસર પોલીસ દ્વારા પાટીદાર પ્રભાવિત  મીની બજાર, હીરાબાગ, યોગી ચોક, કાપોદ્રા, પુણાગામ, કારગીલ ચોક, લક્ષમણ નગર, સરથાણા, સીમાડા ગામ અને મોટા વરાછા જેવા વિસ્તારોમાં જ્યાં સુધી પાટીદારનો રોષ થાળે ન પડે અને તેમની માંગ સ્વીકાર્ય ન બને ત્યાં સુધી શાંતિ અને સલામતીનાં હેતુસર કોઈ પ્રકારનાં કાર્યક્રમોની ભાજપને મંજુરી આપવામાં આવે નહી. તેમ છતાં ભાજપ દ્વારા આ વિસતારોમાં કાર્યક્રમો યોજાશે અને કોઈ અઘટિત ઘટના ઘટશે કો તેનાં માટે પાટીદાર સમાજ જવાબદાર રહેશે નહી.

તેમણે જણાવ્યું કે શહેરની શાંતિ અને સલામતી જળવાય તે ભારતીય નાગરિક તરીકે પાટીદારોની ફરજ છે. સરકાર તરફથી ન્યાય નહી મળે ત્યાં સપધી માંગ સાથે અડગ રહીને આંદોલનો ચાલું રાખવામાં આવશે અને ભાજપનાં ધર્મ-રાષ્ટ્ર અને સેવામાં નામે થતા તમામ કાર્યક્રમોનો વિરોધ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp