દિવાળીમાં કપડાંનું શોપિંગ કરવા માગો છો તો આ છે બેસ્ટ સ્થળ

તહેવારોની સીઝનમાં લોકો કંઈકને કંઈક નવું કરતા હોય છે. ખાસ કરીને દિવાળી માટે કપડાં અને અન્ય વસ્તુઓની ખરીદી માટે કેટલાક ખાસ સ્થળોએ જ જતા હોય છે. દશેરા પછી લોકોના જીવનમાં બદલાવ આવવાની શરૂઆત થતી હોય છે. તેમજ દશેરા પછી જ દિવાળીનો તહેવાર આવતો હોવાના કારણે શહેરીજનો નવા કપડાં અને ઘર સજાવટ માટેની વસ્તુઓ ખરીદતા હોય છે. દિવાળી ટાણે લોકો જ્યારે ખરીદી કરવા માટે કોઈ પણ દુકાન અથવા તો શો-રૂમમાં જાય છે ત્યારે પોતાને ગમતા કપડાંનું સરખું ફિટિંગ ન આવવા છતાં પણ તે કપડાંની ખરીદી કરે છે, કારણ કે તહેવાર નજીક આવવાને કારણે દુકાનદાર અને ગ્રાહક એમ બંને પાસે એટલો સમય નથી હોતો કે તેઓ મનગમતા કપડાં પોતાનાં ફિટીંગ અનુસાર બનાવડાવી શકે. આમ ઘણા લોકો મનપસંદ કપડાંની ખરીદી કરવામાં બાંધછોડ કરતા હોય છે. Khabarchhe.comના માધ્યમથી આજે અમે તમને મેન્સવેરની ખરીદી કરવા માટેના એક એવા સ્થળ વિશે જણવીશું કે જ્યાં તમને મળશે તમારી મનપસંદના કપડાંની ખરીદી કરી શકસો એ પણ બેસ્ટ રેટ ગેરેન્ટી અને બેસ્ટ ફિટીંગ સાથે. આ જગ્યા છે સુરતના ઘોડદોડ રોડ, ટર્નિંગ પોઇન્ટ પર આવેલો શો-રૂમ માસ્ટર ડિઝાઈન સ્ટુડિયો.

માસ્ટર ડિઝાઈન સ્ટુડિયોના ઓનર હિતેશ ગુલેચાએ khabarchhe.com સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ વ્યવસાય તેમને વારસામાં મળેલો છે. 50 વર્ષથી તેમના દાદા-પરદાદા આ વ્યવસાય સાથે સંકળાયેલા છે જેના કારણે લોકોને કેવા પ્રકારના કપડાં જોઈએ છે અને કેવું ફિટીંગ જોઈએ છે તે બાબતે તેમની પાસે વધુ જાણકારી છે. ગ્રાહકોની પસંદ અનુસાર તેઓ બ્રાન્ડેડ ક્વોલિટીના કાપડ તૈયાર કરતી મિલો સાથે વાતચીત કરીને કાપડ તૈયાર કરાવે છે. માસ્ટર ડિઝાઈન સ્ટુડિયોમાંથી તમને શર્ટ, પેન્ટ, વેસ્ટકોટ, શેરવાની, શૂટ, ટાઈ જેવી ઘણી બધી અલગ-અલગ વેરાયટી રેટ ગેરન્ટી અને બેસ્ટ ફિટીંગ સાથે લેટેસ્ટ ફેશનમાં મળશે. આ જગ્યા પર ગ્રાહકોને કોઈ એક કંપનીનું નહિ પણ દરેક બ્રાન્ડેડ કંપનીનું કલેક્શન જોવા મળશે એટલે કે અહીં તમને Raymond, linen, Reid & Taylor, Arvind જેવી ઘણી બ્રાન્ડનું કલેક્શન મળી રહેશે. એકવાર અહીંની તમે મુલાકાત લેશો તો બીજી જગ્યા પરથી કપડાંની ખરીદી કરવાનું ભૂલી જશો. માસ્ટર ડિઝાઇનના સ્ટુડિયોના રીવ્યુ અને લેટેસ્ટ મેન્સવેરનું કલેક્શન જોવા માટે જુઓ વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp