સુરતના ભાજપના કોર્પોરેટર હેમાલીએ ડાબા હાથે આપી રાષ્ટ્ર ધ્વજને સલામી

PC: khabarchhe.com

આમ તો રાષ્ટ્રીયતાનો મુદ્દો આવે એટલે ભાજપના નેતાઓ જાણે રાષ્ટ્રીયતા તેમનો જ ઠેકો હોય તેવો દેખાડો કરે છે. જેઓ ભાજપમાં નથી તેઓ રાષ્ટ્રીય નથી તેવુ પણ માને છે. પણ ભાજપના નેતાને રાષ્ટ્ર ધ્વજને કયા હાથે સલામી આપવી તેનું પ્રાથમિક જ્ઞાન પણ નથી. આવી જ એક ઘટના સુરતમાં ભાજપ કાર્યાલયના ધ્વજ વંદનeમાં બની. સુરત ભાજપના નેતાઓના માનીતા હેમાલી બોઘાવાલાએ ડાબા હાથે ધ્વજને સલામી આપી હતી.

સુરતના નેતાના પ્રિય પાત્ર હેમાલી એક સાથે ત્રણ હોદ્દાને શોભાવી રહ્યા છે. આમ તો ભાજપ એક વ્યકિત એક હોદ્દાનો આગ્રહી છે, પણ હેમાલી બોઘાવાલા કોર્પોરેટર હોવા ઉપરાંત મહિલા મોરચામાં મહામંત્રી છે અને એસ ટી કોર્પોરેશનના ડીરેકટર પણ છે. આમ ભાજપની નેતાગીરી તેમની ઉપર વારી ગઈ છે, પણ તેમના ઉપર ચાર હાથ રાખનાર સુરતના નેતાને ખબર નથી કે આ કોર્પોરેટર હેમાલીને ધ્વજને સલામી કેવી રીતે આપવી. મેયર બનવાની હોડ પણ તેઓનું નામ ખાસ્સું ચર્ચાસ્પદ બન્યું હતું.

ભાજપ કાર્યાલય ખાતે ધ્વજ લહેરાવ્યા પછી બધા નેતાઓ જમણા હાથે સલામી આપી રહ્યા હતા ત્યારે હેમાલીએ ડાબા હાથે સલામી આપી હતી, જેનો ફોટો પણ હવે વાયરલ થઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp