સુરત ભાજપના મહિલા કોર્પોરેટર જાહેરમા રડી પડ્યા, કારણ જાણો

PC: youtube.com

સુરત મહાનગર પાલિકા આયોજિત સાયકલ દોડ સ્પર્ધા દરમિયાન ભાજપની બે મહિલા કોર્પોરેટરો વચ્ચેનો ડખો બહાર આવ્યો હતો. સાંસ્કૃતિક સમિતિના ચેરમેને મહિલા કોર્પોરેટરને રીતસર તતડાવી નાંખતા કોર્પોરેટર જાહેરમા રડી પડ્યા હતા.

ઘટના બની હતી કે સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિના ચેરમેન રૂપા શાહ અને કૈલાશબેન વચ્ચે. કૈલાશબેનને રૂપા શાહને જાહેરમા એવી રીતે આડે હાથે લીધા કે કૈલાશબેનની આંખમાથી આંસુ નીકળી ગયા હતા. કૈલાશબેન એવું કહેતા સંભળાયા કે રૂપા બેન કાયમ મારી સાથે ખોટું વર્તન કરે છે કે જેના કારણે હું મહાનગરપાલિકા કે ભાજપના કાર્યક્રમમા હાજરી આપવા આવુ નહી.

કૈલાશબેનનો રડતો વીડિયો ખાસ્સો વાયરલ પણ થયો હતો. સામે રૂપા શાહ પણ જવાબ આપતા સંભળાય છે. કોર્પોરેટર અનિલ બિસ્કીટવાળાએ બન્ને વચ્ચેનો મામલો થાળે પાડ્યો હતો. કૈલાશબેનનું અપમાન કરાતા ભાજપના હોદ્દેદારો અને મેયર પણ એક તબક્કે સન્નાટામા આવી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp