ચેમ્બર ઉપપ્રમુખ ચૂંટણીઃ દિનેશ નાવડિયાની ઉમેદવારી સામે આવેલું વિઘ્ન દૂર

PC: businesstoday.in

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પદ માટેના ઉમેદવાર દિનેશ નાવડિયાની કાયદાકીય જીત થઇ છે. હવે તેઓ નિર્વિધ્ને ચૂંટણી લડી શકશે. તેમની સામે મેનેજિંગ કમિટીમાં અપૂરતી હાજરી અંગે ફરિયાદ થઇ હતી જે ચૂંટણી કમિટીએ તપાસ બાદ નકારી દીધી છે.

ચેમ્બરની ચૂંટણી કમિટીના ચેરમેન પી.એમ. શાહે જણાવ્યું હતું કે ચેમ્બરના એક સભ્ય નીતિન ભરૂચાએ ઉપપ્રમુખ પદના ઉમેદવાર દિનેશ નાવડિયા સામે એવી ફરિયાદ કરી હતી કે તેઓ મેનેજિંગ કમિટીની બેઠકોમાં સતત ગેરહાજર રહેતા હતા. તેને કારણે તેમની ઉમેદવારી રદ કરી દેવી જોઇએ. આ બાબતે ચેમ્બરે વકીલોની સલાહ સૂચન લીધા હતા. જેમાં વકીલોએ એવું કહ્યું હતું કે નાવડિયાનું ફોર્મ રદ કરવાને કોઇ કારણ નથી. તેઓ ચૂંટણી લડવા માટે યોગ્ય છે. શાહે વધુમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં ઉપપ્રમુખ પદ માટે 16 ઉમેદવારો હતા. તેમાંથી 14 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે. એટલે હવે ચૂંટણી જંગ માત્ર દિનેશ નાવડિયા અને મિતિષ મોદી વચ્ચે થશે. ઉલ્લેખનીય છે કે ચેમ્બરના ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી કરવાની હોય છે. છેલ્લા 10 વર્ષમાં આ 6ઠ્ઠી ચૂંટણી હશે. બાકીના વર્ષોમાં કોઇ એક ઉમેદવારને સર્વંસંમતિથી ઉપપ્રમુખ બનાવાય છે. ઉપપ્રમુખ બન્યા પછી જે તે વ્યકિત આગામી વર્ષે આપોઆપ પ્રમુખ બને છે, એવી પરંપરા છે. આ ચૂંટણીમાં 8000 જેટલા મતદારો છે. 21 એપ્રિલે સરસાણા પ્લેટિનમ હોલ ખાતે ચૂંટણી યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp