લોકડાઉન થતા મજૂરો સુરતથી પગપાળા જવા નીકળેલા લોકોના પગ છોલાય ગયા

PC: news18.com

કોરોના વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસના કારણે ભારતમાં પણ 11 લોકોના મોત થઈ ચુક્યા છે, ત્યારે સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. એવામાં નર્મદા અને છોટાઉદેપુરના આદિવાસીઓની હાલત ખરાબ થઈ છે. આ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ વિવિધ શહેરોમાં જઈ મજૂરી કામ કરી પેટીયું રળતા હતા. પરંતુ આખા દેશમાં લોકડાઉન કરાતા તેમની સ્થિતિ કપરી બને છે.

આજે રાત્રે 12 વાગ્યાથી સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરાતા મજૂરો રઝળી પડ્યા છે. હાલ સુરતમાંથી તમામ મજૂરોને કાઢી મુકવામાં આવતા આ તમામ આદિવાસીઓની સ્થિતિ દયાજનક બની ગઈ છે. સુરતમાંથી આ મજૂરોને કાઢી મુકવામાં આવતા તેઓ સુરતથી રાજપીપળા 120 કિમીનો પ્રવાસ કરીને પગપાળા પહોંચ્યા હતા. આ 120 કિમીનું અંતર કાપતા તેમને 2 દિવસનો સમય લાગ્યો.

મહિલાઓ અને સામાનની સાથે તેઓ ધીમે-ધીમે પગપાળા આ પ્રવાસ કરી રહ્યા. 120 કિમીનું અંતર તેમણે કાપી લીધુ છે અને હજુ 150 કિમીનું અંતર કાપવાનું બાકી છે. લોકડાઉનની વિપરિત અસર નર્મદા જિલ્લામાં સામે આવી છે. છોટાઉદેપુરમાં રહેતા કેટલાક આદિવાસીઓ મજૂરી અર્થે સુરત ગયા હતા.

લોકડાઉનના કારણે આ મજૂરોને રજા આપી દેવાતા તેઓ રાજપીપળા જવા માટે નીકળી પડ્યા હતા, પરંતુ તેમને કોઈ વાહન ના મળતા આ મજૂરો સામાન લઈને પગપાળા જ પોતાના વતન જઈ રહ્યા છે. આ આદિવાસી મજૂરોના જણાવ્યા પ્રમાણે, સુરતથી 100 કરતા વધુ પરિવારો પગપાળા છોટાઉદેપુર જવા નીકળી પડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp