સિવિલ હોસ્પિટલની 28 વર્ષની નર્સે કરી આત્મહત્યા,સ્યૂસાઇડ નોટમાંથી થયો ઘટસ્ફોટ

PC: news18.com

દરેક ક્ષેત્રમાં સ્ત્રીને આગળ લાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. સૈન્યથી લઈને સમાજના જુદા જુદા પાસાઓ પર મહિલાઓની વેગ મળે એ માટે ગ્રાઉન્ડ લેવલથી કામ થઈ રહ્યું છે. પરંતુ, આ સાથે સમાજમાંથી સ્ત્રીઓ પર થતા માનસિક અત્યાચારની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ક્યાંય કોઈ ઘરમાંથી તો ક્યાંક કોઈ ઓફિસમાંથી માનસિક ત્રાસને કારણે સ્ત્રીઓ ક્યારેક કાયમી વિદાય લેવા માટે પગલું ભરી બેસે છે.

નવસારી સિવિલ હોસ્પિટલની એક નર્સ મેઘા આચાર્ય એ આત્મહત્યા કરી લેતા સમગ્ર સ્ટાફમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું છે. મેઘાએ આત્મહત્યા કરતા પહેલા એક સ્યૂસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેણે સિવિલ હોસ્પિટલના અધિકારીઓનો ત્રાસ આ પાછળનું કારણ હોવાનું સ્પષ્ટ કર્યું હતું. આ નોટમાં મેટર્ન અને સિવિલ સર્જન પર મોટા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. મૃતકના પરિવારજનોએ પણ સિવિલ હોસ્પિટલના પદાધિકારીઓના ત્રાસનો આક્ષેપ કર્યો છે. વિજલપોર પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. વિજલપોલ ગામની જલારામ સાસાયટીમાં રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી આ યુવતીએ આત્મહત્યા કરી લેતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. નોટ વાંચીને પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી છે. મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો.

પોલીસ તપાસ બાદ સાચું કારણ સામે આવી શકે છે. જોકે, તે ડિપ્રેશનમાં હતી એવું પણ સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓના માનસિક ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોનું કહેવું છે. તેણે લખેલી નોટ પોલીસે જપ્ત કરતા આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. આ નોટમાં મેટર્ન અને સિવિલ સર્જન દુબેના નામનો ઉલ્લેખ કર્યો છે. આ કેસમાં પોલીસે કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી.

ગુરૂવારે વહેલી સવારે યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે પોલીસ મેટર્ન તારાની પણ પૂછપરછ કરે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવસારીની સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદના વંટોળમાં અટવાય છે. પોલીસ આવા કેસમાં અસરકારક કામગીરી કરશે તો આવા બીજા બનતા કેસને અટકાવી શકાશે. પરિવારના લોકોએ કહ્યું કે, જે બે વ્યક્તિના નામ લખ્યા છે પોલીસ એની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp