સુરતમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપી ફરાર

PC: ert.gr

ગુજરાતમાં મહિલાઓથી માંડીને નાની બાળકીની સુરક્ષા પર પણ સવાલ ઊઠી રહ્યા છે. કાયદાનો ડર કોઈને રહ્યો જ ન હોય તેવું લાગે છે કારણે ગુજરાતમાં રોજબરોજ બળાત્કાર, છેડતી અને બાળકીઓ સાથે અડપલાં થયાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે નાની બાળકી સાથે અડપલાં થયાની વધુ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના માન દરવાજા વિસ્તારમાં 7 વર્ષની બાળા સાથે તેની પાડોશમાં રહેતા એક યુવકે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાઈ છે.

પોલીસના કહ્યા અનુસાર માનદરવાજા વિસ્તારમાં એક બાળકી ઘરની બહાર રમવા માટે આવી હતી ત્યારે બાળકીની બાજુના મકાનમાં રહેતો પાડોશી યોગેશ બાળકીને ચોકલેટ આપવાનું કહીને પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યાં આ નરાધમે નાની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટનાની જાણ તેના પરિવારજનોને થતા પરિવારના સભ્યોએ યોગેશને શોધવા લાગ્યા હતા. પરંતુ યોગેશ ત્યાં સુધીમાં ફરાર થઈ ગયો હતો. પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ બાળકીને સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. સારવાર દરમિયાન બાળકીએ પોતાના પર વીતેલી આપવીતી રડતા રડતા ડોક્ટરને કહી હતી. હાલ બાળકીની સારવાર ચાલી રહી છે, તો બીજી તરફ સુરત પોલીસે નરાધમ યોગેશને પકડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp