કોરોનાની અસર કેરી પર, 9 કરોડ કિલો કેરી આંબા પર જ લટકી, કરોડોના નુકશાનની સંભાવના

PC: wikimedia.org

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની અસર દેશમાં મોટાભાગના ધંધા અને ઉદ્યોગ પર પડી છે ત્યારે ફળોના રાજા કહેવાથી કેરી પર પણ કોરોનાની અસર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કોરોનાના કારણે કરોડોનું નુકસાન થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. કારણ કે, ગત વર્ષે સુરતની APMC માર્કેટમાં ઉનાળાની સિઝનમાં કરોડો રૂપિયાની કેરીનું વેચાણ થયું હતું પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે સુરતની APMCમાં કેરીના વેચાણનો આંકડો 60 લાખથી ઉપર ગયો નથી. આ વર્ષે કોરોના કારણે દક્ષિણ ગુજરાતના લગભગ 10,000 જેટલા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.

રિપોર્ટ અનુસાર સુરત APMC માર્કેટના પ્રમુખ રમણ જાનીની કહેવા અનુસાર વર્ષ 2019માં 19 કરોડ રૂપિયાની કેરીનું વેચાણ સુરતની APMC માર્કેટમાં થયું હતું પરંતુ હાલ આ વર્ષે કોરોનાના કારણે 60 લાખ રૂપિયાની કેરીનું વેચાણ થયું છે. મહત્ત્વની વાત એ છે કે, સુરતની APMCમાં દર વર્ષે 20 માર્ચથી લઇને 31 એપ્રિલ સુધીમાં લાખો કવિન્ટ કેરી વેચાઈ જતી હતી પરંતુ આ વર્ષે કરોનાની મહામારીના કારણે કેરીનું ખૂબ જ ઓછું વેચાણ થયું છે. તો બીજી તરફ દર વર્ષે લગભગ 10 ટન જેટલી કેરીનું વિદેશમા એક્સપોર્ટ થતી હતી પરંતુ કોરોનાની મહામારીના કારણે ઈમ્પોર્ટ એક્સપોર્ટ બંધ થવાના કારણે ખેડૂતો તેમની કેરી એક્સપોર્ટ કરી શકતા નથી.

એક વેપારીના જણાવ્યા અનુસાર સુરતની APMC માર્કેટમાં દર વર્ષે માર્ચ મહિનામાં અથાણાની કેરી આવવાની શરૂઆત થઇ જતી હોય છે પરંતુ કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનના ત્રીજા તબક્કા પછી કેરી આવવાની શરૂઆત થઇ હતી. સરકારની મંજૂરી બાદ 10 દિવસમાં APMC માર્કેટમાં લગભગ 1,500થી 2,000 ટન જેટલી અથાણાની કેરી આવી હતી. 60 દિવસના કેરીના વેપારમાં આ વર્ષે વેપારીઓને કરોડોનું નુકસાન થાય તેવું કહી શકાય.

તો બીજી તરફ સુરત APMC માર્કેટના સેક્રેટરી નિલેશ થોરાતે જણાવ્યું હતું કે, વર્ષ 2019માં સુરત APMC 1,89,194 ક્વિન્ટલ કેરીનું વેચાણ થયું હતું પરંતુ વર્ષ 2020માં લોકડાઉન પછી 10 મેથી દક્ષિણ ગુજરાતમાંથી કેરી આવવાની શરૂ થઈ છે અને APMC માર્કેટમાં માત્ર 10 કેરીના વેપારીઓ છે. આ વેપારીઓ સુરતમાંથી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ મુંબઈ જયપુર અને દિલ્હી સુધી સુરતની કેરીનું એક્સપોર્ટ કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે લગભગ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 10થી 15 કરોડનું નુકસાન ઓછામાં ઓછું થવાની સંભાવના છે. ખેડૂતોને નુકશાનનો આંકડો ઓછો કરવા માટે સુરતમાં કેરી લાવવાના માર્ગ ખુલ્લા કરવા જોઈએ અને સુરત બહાર ટ્રાન્સપોર્ટની સુવિધા કરી કેરી મોકલવા માટે સરળતા રહે તેવા નિયમો લાગુ થવા જોઈએ.

એક ખેડૂતના જણાવ્યા અનુસાર અનુસાર ગત વર્ષે તેમને 60થી 70 ટકા જેટલો કેરીનો પાક થયો હતો અને આ વર્ષે 30થી 35 ટકા જેટલો જ કેરીનો પાક થયો છે. તો બીજી તરફ કોરોના વાયરસના કારણે આ વર્ષે 9 કરોડ કિલો કેરી વાડીઓમાં આંબા પર જ લટકી રહી છે. જેના પરથી ખેડૂતોને આ વર્ષે લગભગ ઓછામાં ઓછું 15 કરોડ જેટલું નુકશાન થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp