ગુજરાતમાં આજે નવા 620 કેસ, અમદાવાદ કરતા સુરત આજે આગળ નીકળ્યું, જુઓ આંકડાઓ

PC: khabarchhe.com

ગુજરાતમાં આજે 620 નવા કેસો સામે આવ્યા છે અને 20 લોકોના મરણ થયા છે, જ્યારે 422 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા કેસોની સંખ્યાના સમાવેશ સાથે ગુજરાતમાં 32446 કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા થઇ ગઇ છે. જેમાં 71 લોકો વેન્ટીલેટર પર છે, જ્યારે 6757 સ્ટેબલ છે. 23670 દર્દીઓને અત્યારસુધીમાં ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 1848 લોકોના મોત થયા છે.

આજે 20 લોકોના મોત થયા છે, જેમાંથી 9 લોકો અમદાવાદના છે, જ્યારે  સુરતમાં 4, ગાંધીનગર, વડોદરા 2-2 અને પાટણ, જૂનાગઢ અને નવસારીમાં 1-1 લોકોના નિધન થયા છે. ગુજરાત સરકારે અત્યારસુધીમાં 373663 ટેસ્ટ કર્યા છે. હાલમાં ગુજરાતમાં કુલ 247783 લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે, જેમાંથી 244370 લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે, 3413 સરકારી ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન હેઠળ છે. નવા કેસોની વાત કરીએ તો હવે અમદાવાદ કરતા હવે સુરત આગળ નિકળી ગયું છે.  આજે અમદાવાદમાં 197 અને સુરતમાં 199 કેસ નવા આવ્યા છે.

આજની નવા કેસોની જિલ્લાવાઇઝ વિગત...

સુરત 199 કેસ

અમદાવાદ 197 કેસ

વડોદરા 52 કેસ

જામનગર 18 કેસ

જૂનાગઢ 8 કેસ

ભાવનગર 8 કેસ

રાજકોટ 6 કેસ

ગાંધીનગર 16 કેસ

વલસાડ 20 કેસ

આણંદ 14 કેસ

પાટણ 11 કેસ

કચ્છ 9 કેસ

ભરૂચ 8 કેસ

મહેસાણા 7 કેસ

ખેડા 6 કેસ

અરવલ્લી 5 કેસ

પંચમહાલ 5 કેસ

સાબરકાંઠા 4 કેસ

બોટાદ 4 કેસ

સુરેન્દ્રનગર 4 કેસ

ગીર સોમનાથ 3 કેસ

પોરબંદર 3 કેસ

અમરેલી 3 કેસ

મહીસાગર 2 કેસ

નવસારી 2 કેસ

મોરબી 2 કેસ

બનાસકાંઠા 1 કેસ

નર્મદા 1 કેસ

દેવભૂમિ દ્વારકા 1 કેસ

અન્ય રાજ્ય 1 કેસ

દેશની વાત કરીએ તો 30 જૂન સવારે 8 કલાક સુધીના રિપોર્ટ મુજબ દેશમાં નવા 18522 કેસ સામે આવ્યા છે, જેની સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 566840 પર પહોંચી ગઈ છે અને અત્યારસુધીમાં દેશમાં 16893 લોકોના મોત થયા છે. જ્યારે 215125 એક્ટિવ કેસ છે અને 334822 સાજા થયા છે. આજે 13099 લોકો સાજા થયા છે. આજે 418 લોકોના મોત થયા છે. કુલ ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 210292 ટેસ્ટ થયા છે અને અત્યારસુધીમાં કુલ 8608654 ટેસ્ટ થયા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 169883 કન્ફર્મ કેસ છે, જ્યારે ત્યારબાદ તામિલનાડુમાં 86224 કેસ છે. દિલ્હીમાં પણ 85161 કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 7610 મોત થયા છે, જ્યારે તામિલનાડુમાં 1141 અને દિલ્હીમાં 2680 મોત થયા છે. મહારાષ્ટ્રમાં આજે 5257 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે તામિલનાડુમાં 3949 અને દિલ્હીમાં 2084 કેસ નવા સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 88960 લોકો રિકવર થઇ ગયા છે, જ્યારે તામિલનાડુમાં 47749 અને દિલ્હીમાં 56235 લોકો રિકવર થઇ ગયા છે. એક્ટિવ કેસોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 73313 એક્ટિવ કેસ છે, જ્યારે તામિલનાડુમાં 37334 અને દિલ્હીમાં 26246 એક્ટિવ કેસ છે.

જ્યારે વિશ્વની વાત કરીએ તો કુલ 10,117,687 પોઝિટિવ કેસો દુનિયામાં આવી ગયા છે અને 502,278 લોકોના મોત થયા છે. આજે દુનિયાભરમાં 96,286 નવા કેસ સામે આવ્યા હતા.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp