પત્નીને કામવાળીને જેમ રાખતા હતા, 7 હજાર વચગાળાના ભરણપોષણ ચુકવવાનો હુકમ

PC: news18.com

સેજલ વાઘેલાના લગ્ન સુરત વેડરોડ ખાતે રહેતા ધવલ વાઘેલા સાથે વર્ષ 2002માં થયા હતા. બંને પક્ષકારોને સંતાનમાં બે પુત્રીઓનો જન્મ થયો હતો. જે હાલ અરજદાર પત્ની પાસે રહેતી હતી. અરજદાર પત્નીને કામવાળીની જેમ રાખતા હતા. કોઇ જ માન-મર્યાદા રાખતા નહીં અને મારઝૂડ કરતા હતા. પતિ અને સાસરી પક્ષ દહેજની માંગણી કરીને સતત ત્રાસ આપતા હતા.

વર્ષ 2021માં પતિએ અરજદાર સાથે મારઝૂડ કરતા બે પુત્રીઓ સાથે પિયર રહેવા માટે મજબૂર થયા હતા. ત્યારબાદ ભરણપોષણની કોઇ જ સગવડ પતિએ નહીં કરતા અરજદારે તેમના વકીલ પ્રીતિ જિજ્ઞેશ જોષી મારફતે સુરત ફેમીલી કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. જે કેસ ચાલી જતા લાંબો સમય લાગે તેમ હોય જેથી અરજદાર તરફે વકીલે કેસ ચાલવા દરમિયાન વચગાળાની રાહત મેળવવા માટેની અરજી કરી હતી. જે અરજી ચાલી જતા સુરત ફેમીલી કોર્ટના મુખ્ય પ્રિન્સીપાલ જજ આર.જી.દેવધરા એ અરજદાર અને તેની બંને સંતાનોના વચગાળાના ભરણપોષણ પેટે દર માસો માસ રૂપિયા 7 હજાર ચુકવવાનો હુકમ કર્યો છે. અરજદાર તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ તથા તૃપ્તી ઠક્કરે દલીલો કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp