સુરતની ત્રિરંગા યાત્રામાં અલ્પેશ કથીરીયા સહિત 100 લોકોની અટકાયત

PC: youtube.com

26 જાન્યુઆરીના સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા એક ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ-અલગ મુદ્દાઓ સાથે સરથાણા શહીદ સ્મારક ખાતેથી વરાછાના મિનીબજાર સરદાર પ્રતિમા સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું આયોજન કરવા બાબતે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતો.

જેના કારણે પોલીસે દ્વાર રેલીમાં જોડાયેલા 100 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતું. આ રેલીની જાણ સુરતની વરાછા પોલીસને થતા પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવિયા સહિતના આંદોલન કારીઓએ અલગ-અલગ સંગઠનો સાથે મળીને 26 જાન્યુઆરીના રોજ સુરતના સરથાણા શહીદ સ્મારકથી સરથાણા, સીમાડા નાકા, નાના વરાછા, કાપોદ્રા, હીરાબાગ અને મિનીબજાર વિસ્તારમાં એક ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. આ રેલી કરવા બાબતે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતો.

મંજૂરી વગર ત્રિરંગા યાત્રા યોજાઈ હોવાના કારણે પોલીસ દ્વારા વરાછા વિસ્તારમાં ઠેર-ઠેર જગ્યા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રેલીની મજૂરી ન હોવાના કારણે પોલીસ દ્વારા અલ્પેશ કથીરીયા સહિત 100 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તમામ લોકોને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા.

આ બાબતે પાટીદાર અનામત આંદોલન સમિતિના ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, સરકાર અમારો અવાજ દબાવવા માટેનો પ્રયાસ કરે છે. ખેડૂતોને ન્યાય, પાસના કાર્યકર્તા અને આંદોલનકારીઈ પર લાગેલા કેસને પરત લેવા અને વરાછા વિસ્તારમાં સરકારી કોલેજની માગણી કરવામાં આવી હતી.

ધાર્મિક માલવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે દેશના પ્રજાસત્તાક પર્વે અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરીને બંધારણનું અપમાન કરીને સરકારના ઇશારે પોલીસ કામ કરે છે.

આ ત્રિરંગા રેલીને રાજકીય અને સામાજિક પક્ષોનો સમર્થન મળ્યું હતું. અટકાયત સમયે પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ રેલીમાં માસ્ક અને સામાજિક અંતરના નિયમોનો ભંગ પણ થયો હતો. આ ટ્રેકટર યાત્રામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી ટ્રેક્ટર લઇને પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp