સુરતમાં રત્ન કલાકારોનું શોષણ થતા રત્ન કલાકારોએ કર્યું ધરણા પ્રદર્શન

PC: khabarchhe.com

દિવાળીના તહેવારમાં સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં રહેતા મોટા ભાગના લોકો ડાયમંડના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ડાયમંડ ઉદ્યોગમાં મંદીના માહોલના કારણે તહેવારની સીઝનમાં કારીગરોની હાલત કફોળી બની ગઈ છે. નાના નાના યુનિટો બંધ થઈ ગયા છે અને કેટલાક હીરાના નામાંકિત યુનિટો દ્વારા કારીગરોને છૂટા કરવાનો સીલ સીલો શરૂ થઈ ગયો છે. થોડા દિવસ પહેલા સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કિરણ જેમ્સ દ્વારા અચાનક 300 જેટલા કારીગરોને છૂટા કરવામાં આવ્યા હતા. જયારે અમૂક કારીગરો આ બાબતને લઈ મેનેજમેન્ટમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે કારીગરોને માર મારી બિલ્ડીંગમાંથી નીચે ફેંકી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આવી જ રીતે અન્ય યુનિટોનાં માલિકો પણ કારોગારોનું શોષણ કરતા હોવાના કારણે કારીગરોએ કંટાળીને આવા યુનિટ ધારકો સામે ધરણા કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

રત્ન કલાકારોની પડતર માંગણીને લઈ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા હાથમાં પ્લેકાર્ડ લઈ અને બેનરો લગાવી હીરાના યુનિટ ધારકો સામે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. રત્ન કલાકારોની માગણી બાબતે વાત કરવામાં આવે તો તેમાં રત્ન કલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો બંધ કરવો, છૂટા કરાયેલા રત્ન કલાકારોને પરત કામ પર રાખવા, રત્ન કલાકારોને બોનસ, ગ્રેજ્યુઈટી, હક રજા, પગાર વધારો, માંદગી ભથ્થું અને પગાર સ્લીપ આપવાની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રત્ન કલાકારોની આ માંગણીઓ હીરાના યુનિટનાં માલિકો દ્વારા નહીં સંતોષવામાં આવે તો અગામી દિવસોમાં રત્ન કલાકારો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp