બેરોજગારીને કારણે સુરતના વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો

PC: youtube.com

હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે રત્નકલાકારોની સ્થિતિ કફોળી બની રહી છે. દિવાળી જેવા ખૂશીના તહેવારમાં રત્નકલાકારોના પરિવારોના ઘરે માતમ જોવા મળી રહ્યો છે. મંદીના કારણે પરિવારના ભરણપોષણની ચિંતાને લઇને રત્નકલાકારોના આપઘાતનના કિસ્સોઓમાં વધારો થતો જાય છે. સુરતના પુણા વિસ્તારમાં એક રત્નકલાકારે પરિવારના સભ્યોની ગેરહાજરીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

એક રિપોર્ટ અનુસાર સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા અર્જુન નગર-2માં ત્રણ સંતાન અને પત્ની સાથે રહેતા મગનભાઈ દુધાત હીરા ઘસીને પરિવારના સભ્યોનું ગુજરાન ચલાવતા હતા. મગનભાઈને ત્રણ સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે છેલ્લા એક વર્ષથી મગનભાઈ બેરોજગાર હતા. પિતાનો કામધંધો બંધ થવાના કારણે બંને દીકરીઓ સિલાઈ કામ કરીને ઘર ખર્ચ ઉપાડતી હતી. ઘરની સાથે-સાથે બંને બહેનો 13 વર્ષના નાના ભાઈનો અભ્યાસનો ખર્ચ પણ ઉપડતી હતી.

18 સપ્ટેબરના રોજ જ્યારે પરિવારના સભ્યો કોઈ દુ:ખદ પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા, તે દરમિયાન મગનભાઈ ઘરમાં એકલા હતા. ઘરમાં કોઈ ન હોવાના કારણે મગનભાઈએ રસોડામાં ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યો જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમને મગનભાઈનો મૃતદેહ રસોડામાં લટકતી હાલતમાં જોયો હતો. પરિવારના મોભીએ આપઘાત કરતા પરિવારના સભ્યોમાં દુખની લાગણી જોવા મળી હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓ પણ દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ પોલીસ અને 108ને કરતા બંને ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે પ્રાથમિક તપાસ કરીને મગનભાઈના મૃતદેહના સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો અને સમગ્ર મામલે આપઘાતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp