ચેમ્બર ઓફ કોમર્સ અને ગ્રાહક પરિષદ આયોજિત સેમિનારમાં ગ્રાહક સુરક્ષા અંગે ચર્ચા

PC: Khabarchhe.com

સુરત, સદ્દર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ગ્રાહક પરિષદ-સુરત દ્વારા આયોજીત સેમિનારમાં ગ્રાહક સુરક્ષા અને ઇન્સ્યુરન્સ સર્વિસના વિષય પર ગુજરાત રાજયની વડી ગ્રાહક અદાલત(સ્ટેટ કમિશન)(અમદાવાદ)ના પ્રમુખ ન્યાયમૂર્તિ આશુતોષ શાસ્ત્રી તથા ગ્રાહક સુરક્ષા ક્ષેત્રના નિષ્ણાંત સીનીયર ધારાશાસ્ત્રી શ્રેયસ દેસાઈ દ્વારા વિસદ છણાવટ થઈ હતી.

ગુજરાત હાઇકોર્ટના પુર્વ ન્યાયામુર્તિ, જીલ્લા ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ કમિશન (અમદાવાદ) ના પ્રમુખ જસ્ટીસ આસુતોષ શાસ્ત્રીએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગ્રાહક સુરક્ષા ધારાએ ગ્રાહકોને ન્યાય મેળવવા માટે અસરકારક પ્લેટફોર્મ પુરૂ પાડયું છે. ગુજરાતમાં ગ્રાહક કમિશનનોમાં સૌથી વધુ ફરિયાદો વિમા કંપનીઓ સંબંધિત આવતી હોય છે. વીમા કંપનીઓએ મનસ્વી રીતે, ખોટા અને વધુ પડતા ટેકનીકલ કારણો દર્શાવી કલેઇમ નામંજુર કર્યા હોવાની ફરિયાદો ગ્રાહક કમિશનોમાં રજુ થતી રહે છે. જો કે ગુજરાત સ્ટેટ કમિશન દ્રારા આ બાબતે વિમા કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કલેઈમ સેટલમેન્ટની પ્રક્રિયા અને નિતિમાં જરૂરી સુધારા કરવા સુચવ્યું હતું. જેનાથી નોંધપાત્ર સકારાત્મક પરિણામ જોવા મળ્યું છે. ગ્રાહક કમિશનોના હુકમનું પાલન કરનારને કેદની અને/ અથવા દંડની શિક્ષા કરવાની જોગાવઈ પણ કાયદામાં છે.

સેમીનારમાં સુરતના ગ્રાહક સુરત ક્ષેત્રના જાણીતા એડવોકેટ/ લેખક, શ્રેયસ દેસાઈએ પોતાના વકવ્યમાં જણાવ્યું હતું કે ઇન્સ્યુરન્સ કંપનીની સેવાઓ ખાસ કરીને હેલ્થ ઇન્સ્યુરન્સ સેવાઓ બાબતે ગ્રાહકોમાં વ્યાપકપણે અસંતોષ પ્રર્વતે છે. જે તે કલેઈમનું હકીકતમાં અને કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતોના પરિપેક્ષમાં માઈન્ડ યોગ્ય રીતે મુલ્યાંકન કરીને કેસનું સેટલમેન્ટ થતું ન હોવાની ગ્રાહકોમાં માન્યતા પ્રર્વતે છે. જેને પરિણામે ગ્રાહકને ન્યાય મેળવવા ગ્રાહક કમિશના દ્વારા ખટખટાવવા પડે છે. તેમણે જણાવ્યું કે મોટી સંખ્યામાં કેસોમાં વિમા કંપનીઓ વીમો લેનારને વીમો લેતા અગાઉ થી જ બિમારી હોવાનું એટલે કે પ્રિ-એકઝિશટીંગ ડીઝઝ હોવાનું અને તે હકીકત વીમેદારે વીમો લેતી વખતે છુપાવી હોવાનું કલેઇમ નામંજુર કરી દે છે. પરંતુ વીમેદારને વીમો લેતા પહેલાથી જ બિમારી હોવાની હકીક્ત પુરવાર કરવાનો બોજો વીમાકંપનીના શિર પર હોય છે. ઘણા કિસ્સા ઓમાં વિમાકંપનીઓ વિીમેદારને અગાઉથી બિમારી હોવાના રજુ કરી શકતી નથી અને તેવા સંજોગોમાં ગ્રાહકને ક્લેઈમની રકમ વ્યાજ અને વળતર સહિત ચુકવવાનો હુકમ ગ્રાહક કમિશન કરતા હોય છે. અને હમો કોઇ ડોક્ટર કે હોસ્પિટલે ટ્રીટેમેન્ટ માટે લીધેલ ચાર્જીસની રકમ Reasonable અને Customary ન હોવાના કારણસર પણ વીમા કંપની ચુકવવાનો ઇન્કાર કરી શકે નહીં એમ પણ શ્રેયસ દેસાઇ જણાવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ મહેમાન વકતાઓનું સ્વાગત કર્યું હતું. પોતાના વકવ્યમાં ચેમ્બરના સેક્રેટરી નિરવ માંડલેવાલાએ સેમીનારના આયોજનનો હેતુ સમજાવ્યો હતો ગ્રુપ ચેરમેન અનિલ સરાવગીએ કાર્યક્રમનો સંચાલન કયું હતું. ચેમ્બરનો SRK હોલ શ્રોતાઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. અને શ્રોતાએ રસપુર્વક કાર્યક્રમ માણ્યો હતો તથા કાર્યક્રમના અંતમાં શ્રોતાઓએ પોતાના પ્રશ્ન રજુ કરી જસ્ટીસ શાસ્ત્રી અને શ્રેયસ દેસાઇ પાસે માર્ગદર્શન મેળવ્યુ હતું.

સુરત/વડોદરા જીલ્લા કમિશનના પ્રમુખ આર. એલ. ઠક્કર સુરત જીલ્લા કમિશનના મેમ્બર પુર્વીબેન જોષી નવસારી જિલ્લા કમિશનના મેમ્બર જયકૃષ્ણ મેવાવાલા, ચેમ્બરના ઉપપ્રમુખ નીખિલ મદ્રાસી, માજી મેમ્બર રૂપલ બારોટ તેમજ વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજના પ્રિન્સીપાલ ઇરમલા દયાલે આ કાર્યકમમાં વિશેષ હાજરી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp