BNI સાથે જોડાયેલા કોસ્મેટોલોજિસ્ટ ડો. મેઘા શાહ કહે છે બિઝનેસ નેટવર્કીંગના ફાયદા

BNIએ બિઝનેસ ઓપર્યુનિટી ઉભી કરવામાં દરેક ક્ષેત્રને મહત્વ આપ્યું છે. અનેક વ્યવસાયિકોને પુરતું પ્લેટફોર્મ મળી રહે અને બિઝનેસમેન્સની અપેક્ષાની સંતૃત્પતિ કરવા માટે પ્રયત્નશીલ રહેવાનો અભિગમ જ BNIનો રહ્યો છે.
ડો. મેઘા શાહ જેઓ કોસ્મેટોલોજિસ્ટ છે અને સુરતમા અડાજણ, વેસુ, આનંદમહેલ રોડ પર તેમનું બ્યુટી એન્ડ કર્વઝ નામનું સ્કીન ક્લિનીક છે. તેમને કોસ્મેટીક ઓફ થર્મોલોજીમાં 20 વર્ષનો અનુભવ છે.
ડો.મેઘા શાહે BNIની મીટીંગ અટેન્ડ કરી હતી. ત્યાર બાદ તેઓ BNI સાથે સીધી રીતે સંકળાયા હતા.

ડો.મેઘા શાહે કહ્યું કે 'Giver Gain’ ના સુત્રને ધ્યાનમા રાખીને BNI કામ કરે છે. BNIની મીટિંગથી પ્રોફેશનલ ડેવલપમેન્ટ થાય છે. 7 દિવસે 1 વાર નિશ્ચિતરૂપે મીટિંગ થાય છે અને એ મીટિંગમાં અલગ અલગ વ્યવસાયથી સંબંધીત લોકોના સંપર્કમા આવીને દરેક વ્યવસાય વિશે જાણવાની તક મળે છે. એક બીજાને રેફરન્સ આપવાથી પોઝીટીવ અને શ્યોર રિઝલ્ટ તથા બિઝનેસ રીલેટેડ ફાયદા પણ મળે છે. દરેક મીટિંગમા અમારા તરફથી 30 સેકન્ડ માટે પોતાના વ્યવસાય વિશે પ્રેઝેન્ટેશન આપવામાં આવે છે. આની મદદથી અમારી પબ્લીક સ્પીકીંગ અને સ્પીચમાં ઘણો સુધારો આવ્યો છે.
તેમણે કહ્યું કે સ્વયંને ખુબ જ યોગ્ય રીતે લોકો સમક્ષ કેવી રીતે પ્રોજેકટ કરવા અને કેવી રીતે બિઝનેસનો વિસ્તાર કરવો તે શીખવાનો અવસર મળે છે. આ બધું વ્યવસાય માટે ફાયદાકારક છે.
લોક્લ નેટવર્કિગથી ગ્લોબલ નેટવર્કિંગ સુધી સરળતાથી પહોચવાનો માર્ગ એટલે BNI.
BNI કોન્ક્લેવ એક ખુબ જ ભવ્ય અને સરળ પ્લેટફોર્મ છે, માર્કેટીંગ કરવા માટે તે સાથે જ બીજા લોકો જે માર્કેટીંગ કરી રહયા છે તેમની પાસેથી માર્કેટીંગની નવી રીત શીખવાની પણ તક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp