22મીએ હરિધામ સોખડા મંદિરનો સુરતમાં પ્રાગટ્ય મહાપર્વ મહોત્સવ

PC: Khabarchhe.com

હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર દ્વારા 22મી મેના રોજ યોગીજી મહારાજ અને હરિપ્રસાદ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સણિયા કણદે ખાતે પ્રાગટ્ય મહાપર્વ મહોત્સવનું આયોજન કરાયું છે.

આં અંગે માહિતી આપતા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના પ્રવક્તા ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, યોગીજી મહારાજનો 130મો અને હરિપ્રસાદ સ્વામી મહારાજનો 88મો પ્રાગટ્ય દિવસ એટલે પ્રાગટ્ય મહાપર્વ મહોત્સવનું આયોજન હરિધામ સોખડા મંદિર દ્વારા આ વખતે સુરતના આંગણે કરાયું છે. 22મી મેના રોજ ડિંડોલી-ખરવાસા રોડ પર સણિયા કણદે ગામ ખાતે આવેલા ચંદનબા ફાર્મ ખાતે સંસ્કારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં સાજે 6 થી 10.30 કલાક સુધી મહાપર્વ મહોત્સવ યોજાશે. આ દરમિયાન સાંજે મહાપ્રસાદ અને મહોત્સવ સમારોહ યોજાશે. આ મહાપર્વની ઉજવણી પ્રેમસ્વરૂપ સ્વામી મહારાજની સાંનિધ્યમાં કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp