સુરતમાં ફરી આગની ઘટના, સ્કૂલના 150 બાળકોને રેસ્ક્યૂ કરાયા

PC: youtube.com

ભટાર વિસ્તારમાં એક શોપિંગ કોમ્પલેક્સમાં ચાલતી સ્કૂલની નીચેની દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગ લાગતા શોપિંગ કોમ્પલેક્સમાં જ ચાલતી જ્ઞાન ગંગા સ્કૂલના 150 જેટલા વિદ્યાર્થીઓને સલમાતરીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબૂ મેળવતા મોટી દૂર્ઘટના થતા અટકી હતી.

રિપોર્ટ અનુસાર, ભટાર વિસ્તારના આઝાદ નગરમાં બાલક્રિષ્ના શોપિંગ કોમ્પલેક્સ આવેલું છે. આ શોપિંગ કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા નોનવૂનની થેલીઓ બનાવતા કારખાનામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. શોપિંગ કોમ્પલેક્સના ઉપરના ભાગે જ્ઞાન ગંગા હિન્દી વિદ્યાલય સ્કૂલ આવે છે. જે સમયે આ ઘટના બની ત્યારે શાળામાં 150 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. આગ લાગતા વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢી તેમને રજા આપી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ વિકરાળ ન હોવાથી થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યા બાદ શોપિંગ કોમ્પલેક્સમાં ચાલતી સ્કૂલને સીલ કરી દીધી હતી. ઘટના બાદ ફાયર વિભાગે સ્કૂલમાં ચકાસણી કરતા તેમાં આગથી બચવા માટેના યોગ્ય સાધનો નહોતા મળ્યા એટલું જ નહીં પરંતુ આવી દુર્ઘટના થાય ત્યારે બચવા માટે યોગ્ય સ્ટ્રક્ચરનો પણ અભાવ જણાતા તેમણે સ્કૂલને સીલ મારી દીધું હતું.

શોપિંગ કોમ્પલેક્સમાં ચાલતી સ્કૂલ અંગે DEOએ જણાવ્યું હતું કે, આ ઘટના અંગે યોગ્ય તપાસ કરીને પગલાં લેવામાં આવશે. જે આગ લાગી તે સ્કૂલથી થોડે દૂર લાગી હતી, જેથી કોઈ બાળકને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. તેમ છતા તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp