એક્ટ્રેસ સહિત ચાર મુંબઇથી ડ્રગ્સ લાવતા સુરતમાં પકડાયા

PC: ahmedabadmirror.com

મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં વેચવાનો કારોબાર ચલાવનારા એક મહિલા સહિત ચારને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ સફળ રહી હતી. જેની પાસેથી રૂ. 7.90 લાખની કિંમતનું 79 ગ્રામ એમડી મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચમાંથી જાણવા મળતી માહિતી મુજબ બાતમીના આધારે પોલીસની ટીમે ખરવાસા, ડિંડોલી બ્રિજ નીચે ટી પોઇન્ટ નજીકથી પસાર થતી એક કરાને અટકાવી તેની તલાશી લેતાં તેમાંથી મેફેડ્રોન ડ્રગ્સ 79 ગ્રામ મળી આવ્યું હતું. એ સાથે જ પોલીસે 38 વર્ષીય કમલેશ શાંતિલાલ દુગડ (જૈન, રહે: સાનિધ્ય રેસિડેન્સી, પરવટ પાટિયા, મૂળ રહે: પાલી, રાજસ્થાન), વિકાસ ઉર્ફે વિક્કી હસમુખ પટેલ (ઉ.વ.27, રહે: ક્રિષ્ના રેસિડેન્સી, ન્યૂ કોસાડ રોડ, અમરોલી, મૂળ રહે: દંતેલી, પેટલાદ, આણંદ), ક્રિષ્ણાદત્ત સુરેશચંદ્ર દુબે (ઉ.વ.36, રહે: રાજદીપ સોસાયટી, કરાડવા રોડ, ડિંડોલી, મૂળ રહે: લાલબુ, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ) અને પૂજા રાજેશ્વર મોહન ગુપ્તા (ઉ.વ.25, રહે: પ્રગતિ સોસાયટી, કારગિલ ચોક, પીપલોદ, મૂળ રહે: ખાગોલ ગામ, જિ. પટના, બિહાર)ની ધરપકડ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ કમલેશ આ ગુનાનો સૂત્રધાર છે. જેની સાથે ક્રિષ્ણાદત્ત દુબે ભાગીદારીમાં હતો. જ્યારે વિકાસ તેનો ડ્રાઇવર છે અને પૂજા ક્રિષ્ણાદત્તની ગર્લ ફ્રેન્ડ છે. તે ફિલ્મોમાં સાઇડ એક્ટ્રેસ તરીકે કામ કરતી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ તમામ મુંબઈથી સફેદ રંગની ટેક્સી પાર્સિંગની હ્યુન્ડાઈ એક્સસન્ટ કારમાં ડ્રગ્સનો જથ્થો લાવી સુરત આવી રહ્યા હતા ત્યારે પકડાયા હતા. કમલેશ અગાઉ પણ આ રીતે મુંબઈથી ડ્રગ્સ લાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ દિશામાં પણ તપાસ કેન્દ્રીત કરી છે.  કમલેશ સુરતમાં કઈ રીતે વેચાણ કરતો હતો? અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? આ અને આવા અનેક મુદ્દે પોલીસે ઝીણવટભરી તપાસ આદરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp