ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પાણી ઘટતા, ગાયકવાડનો કિલ્લો પહેલીવાર મે મહિનામાં દેખાયો

PC: youtube.com

જેમ જેમ ઉનાળો આકારો થતો જાય છે, તેમે-તેમ ગુજરાતમાં ડેમના પાણીનું સ્તર નીચે જઈ રહ્યું છે. ત્યારે ઉકાઈ ડેમમાં પણ પાણીનું સ્તર નીચે ગયું છે, જેના કારણે 17મી સદીનો ગાયકવાડ રાજાનો કિલ્લો ફરીથી એકવાર દેખાયો છે. આ વર્ષે કિલ્લાની તોપો, દીવાલ અને કેટલીક અન્ય વસ્તુઓ પણ દેખાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગાયકવાડ રાજાનો કિલ્લો પહેલીવાર 1997માં દેખાયો હતો અને ત્યારબાદ ઉકાઈમાં ફરીથી પાણીનું સ્તર ઘટતા 21 જુન, 2016માં દેખાયો હતો અને ત્યારબાદ જુન, 2018માં દેખાયો હતો. મોટાભાગે આ કિલ્લો પાણીનું સ્તર નીચે જવાના કારણે જુન મહિનામાં નજરે ચડે છે, પરંતુ આ વર્ષે મે મહિનામાં જ કિલ્લો જોવા મળ્યો છે. હાલ ઉકાઉ ડેમની સપાટી 281.10 ફૂટ પર છે જે ગત વર્ષની સરખામણીમાં 10 ફૂટ નીચે છે. એટલા માટે આ કિલ્લો વહેલો જોવા મળ્યો છે.

મહત્ત્વની વાત એ છે કે, 2016માં જ્યારે આ કિલ્લો જોવા મળ્યો હતો ત્યારે કેટલાક લોકો કિલ્લો નજીકથી જોવા માટે પહોંચ્યા હતા અને આ કિલ્લો નિહાળવામાં એક યુવકનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. જેના કારણે તંત્ર દ્વારા કિલ્લાની નજીક જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp