સુરતમાં ગરનાળાનો ગડર તૂટ્યો, એક યુવકને પગે ગંભીર ઇજા થઈ અને ટેમ્પાને નુકશાન થયું

PC: news18.com

સુરતના વરાછા વિસ્તારમાંથી સ્ટેશન તરફ જવાના રસ્તા પર આવેલા ગરનાળાનો ગડર એકાએક તૂટી પડતા એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લોખંડનો ભારે ભરખમ ગડર ટેમ્પો જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટેમ્પા પડયો હતો જેના કારણે ટેમ્પાની છતનો ભાગ નીચે બેસી ગયો હતો અને ટેમ્પાનો આગળનો કાચ તૂટી ગયો હતો. સદનસીબે નથી બે ઘટનામાં બે મોબાઇલ ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં રેલવે RPFના જવાનો, TRBના જવાનો અને ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

રિપોર્ટ અનુસાર સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલા ગરનાળાનો ભારવાહક લોખંડનો ગડર તૂટી ગયો હતો. ગડર ફૂટપાથ પર બેસેલા અને મોચીકામ કરતા એક યુવકના પગ પર પડ્યો હતો. સદનશીબે આ ઘટનામાં બે બાઇક ચાલકોનો બચાવ થયો હતો પરંતુ ગડર સીધો એક ટેમ્પા પર પડતા ટેમ્પાના આગળના ભાગનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.

ઘટનાની જાણ થતા સુરત ફાયર વિભાગના ફાયર ફાઇટરો, રેલવેના RPFના જવાનો અને મહિધરપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક ઈજાગ્રસ્ત થયેલા યુવકનું રેસ્ક્યુ કરીને તેને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટના રેલવે વિભાગની બેદરકારીના કારણે બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગડર નીચે પડ્યો ત્યારે ટેમ્પો વચ્ચે આવી ગયો હોવાના કારણે મોપેડ પર સવાર બે યુવકો બચી ગયા હતા. બંને યુવકોએ સમગ્ર ઘટનાને પગલે રેલવે વિભાગની બેદરકારી હોવાના આક્ષેપો કર્યા હતા. ગડર તૂટી પડતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તેથી ફાયરના જવાનોએ ક્રેનની મદદથી ગડરને રસ્તાની સાઈડ પર ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp