સુરતમાં લોકોએ હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપાને વિદાઈ આપી, જુઓ વીડિયો

આજે અનંત ચૌદશનો દિવસ એટલે ગણપતિ વિસર્જનનો દિવસ. ગણેશ ચતુર્થીથી લોકો પોતાના ઘર, શેરી અને સોસાયટીઓમાં ગણેશ સ્થાપના કરી ગણેશજીની 10 દિવસ પૂજા અર્ચના કરતા હોય છે. આ 10 દિવસ પછી અનંત ચૌદશના દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાતું હોય છે. સુરતના લોકો આજે હર્ષોલ્લાસના વાતાવરણ વચ્ચે ગણપતિનું વિસર્જન કરવા માટે નીકળ્યા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં લોકો ઢોલ નગારા વગાડી અને અબીલ ગુલાલ ઉડાડી ગણપતિની વિસર્જન યાત્રા કાઢી હતી. શહેરના કેટલાક યુવક મંડળો દ્વારા રાસ-ગરબા રમીને ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. વિસર્જનના દિવસે શહેરના લોકોને તકલીફ ન પફે તે માટે કેટલીક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા રસ્તા પર નાસ્તા, શરબત, છાસ અને પાણીનુ ફ્રીમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.

બીજી તરફ મહાનગર પાલિકાના કૃત્રિમ તળાવોમાં પાંચ ફૂટથી નાની મૂર્તિનું વિસર્જન શરૂ થઈ ગયું હતુ. ડુમસ અને હજીરામાં ગણેશજીની મૂર્તિ વિસર્જિત કરવા માટે જતા લોકોની ભીડ જોવા મળી હતો. રસ્તા પર એકથી એક ચડિયાતી મોટી ગણપતિની મૂર્તિ આકર્ષક લોકોની આકર્ષિત કરી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp