કેન્દ્ર સરકારના નિર્ણયથી સુરતના વીવર્સોમાં આનંદનો માહોલ

PC: Khabarchhe.com

GST કાઉન્સિલની 28મી બેઠકમાં કેન્દ્રીયમંત્રી પિયૂષ ગોયલે ઘણી મહત્ત્વની જાહેરાતો કરી હતી, જેમાં સુરતને તેમણે મોટી ભેટ આપતા ITC રિફન્ડનો પણ નિર્ણય લીધો હતો. ITC રિફન્ડ બાબતે સુરતના ઉદ્યોગકારો દ્વારા તા. 18-7-17ના રોજ કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલ અને સ્મૃતિ ઇરાનીને રજૂઆત કરવામાં આવી હતી. આજની GSTની મીટિંગમાં ITC રિફન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.

સુરતના વીવર્સોનો ITC રિફન્ડ ન મળવાના કારણે ધંધો મરણ પથારીએ આવી પડ્યો હતો, તે કેન્દ્ર સરકારના ITC રિફન્ડ મળવાના નિર્ણયથી ફરી ઉભો થશે, કારણ કે સુરતના ગુજરાતી વેપારીઓ જે ધંધો કરવામાં આખી દુનિયામાં ઓળખાય છે, તેમને ITC રિફન્ડ મળવાથી પોતાના વેપારમાં નોંધપાત્ર ફાયદો થશે અને વીવર્સો પોતાના ધંધામાં અપગ્રેડેશન તરફ પણ જવા માંડશે. ફોગવા, ફીઆસ્વી અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા છેલ્લા એક વર્ષથી ITC રિફન્ડ અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ઘણી રજૂઆતો થઈ હતી, જેના ફળ સ્વરૂપે સરકારે 27 જુલાઈ 2018થી ITC રિફન્ડ આપવાનો નિર્ણય કર્યો છે.

ITC રિફન્ડના આ નિર્ણય અંગે ફોગવાના પ્રમુખ અશોકભાઈ જીરાવાલા તથા કારોબારી સભ્ય મયુરભાઈ ગોળવાળા, આશિષભાઈ ગુજરાતી, હરીભાઈ કથીરિયા, જયંતિભાઈ જોલવા, રસીકભાઈ(કીમ પિપોદરા), બાબુભાઈ કાઠિયાવાડી(સોનલ), હિમાંશુભાઈ બોડાવાલા, વિષ્ણુભાઈ પટેલ(બમરોલી) અને પ્રદિપભાઈ પટેલે તથા સુરતના તમામ વીવર્સોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp