દમણ-દીવ ભાજપ પ્રમુખ ગોપાલ ટંડેલનું રાજીનામું જાણો અમિત શાહે સ્વીકાર્યું કે નહીં

PC: asliazadidainik.com

દમણ અને દીવ ભાજપ પ્રમુખ ગોપાલ ટંડેલે એક કથિત વીડિયો વાયરલ થયા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું, જેને આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું છે.

4 નવેમ્બરે ગોપાલ ટંડેલે આપ્યું હતું રાજીનામું...

4 તારીખે દીવ-દમણના ભાજપના અધ્યક્ષ ગોપાલ ટંડેલે પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. ભાજપના લેટરપેડ પર પ્રદેશ મંત્રીએ આ બાબતે સત્તાવાર માહિતી આપી હતી. લેટરપેડમાં લખવામાં આવ્યું હતું કે, 'ગોપાલ ટંડેલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમને પોતાનું રાજીનામું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મોકલી આપ્યું છે.' આ માહિતી પ્રદેશ મંત્રી દ્વારા 3 નવેમ્બરના રોજ આપવામાં આવી હતી.

જો કે, ગોપાલ ટંડેલે ક્યા કારણે પ્રદેશ અધ્યક્ષ પદથી રાજીનામું તે પ્રદેશ મહામંત્રી દ્વારા લેટરમાં દર્શાવવામાં આવ્યું નહોતું. ભાજપના નેતાઓમાં ગોપલા ટંડેલ ખૂબ મોટુ નામ ધરાવે છે અને સાથે સાથે હોટલ અને દારૂના વ્યવસાયમાં મોટું કદ ધરાવે છે. તેઓ 2 હોટેલના માલિક છે અને એક હોટેલ બની રહી છે. આ ઉપરાંત સિલ્વર સ્ટાર ડિસ્ટિલરી નામની દારૂની ફેક્ટરી પણ તેમની છે. ગોપાલ ટંડેલ બે વખત દીવ-દમણના સાંસદ પણ રહી ચૂક્યા છે.

ગોપાલ ટંડેલ 1996માં કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને સાંસદ બન્યા હતા. જો કે, 26 ડિસેમ્બર 1997ના રોજ  ગોપાલ ટંડેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને 20 જાન્યુઆરી 1998માં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp