ટીબી મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ઓલપાડ ખાતે બેઠક યોજાઈ

PC: news18.com

ટી.બી મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ઓલપાડ ખાતે તાલુકા પંચાયતના સભાખંડમાં ધારાસભ્ય મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યો અને સરપંચો તેમજ તાલુકા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન તા.20 અને 21 જાન્યુ. ના રોજ કરવામાં આવ્યું હતું. બેઠકમાં ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું કે, ‘ટી.બી. મુક્ત ગુજરાત 2022’ ઝુંબેશ અંતર્ગત ગુજરાત રાજ્યમાં ટી.બી.(ક્ષય) રોગને વર્ષ 2022 સુધીમાં નાબુદ કરવાનો તથા ભારતમાંથી વર્ષ 2025 સુધી ટી.બી. રોગ નાબુદ કરવાનો લક્ષ્યાંક હોવાથી તાલુકાના 108 ગામોમાં કોઇપણ વ્યક્તિને એક અઠવાડીયાથી ખાંસી આવતી હોય તથા સાથે ઝીણો તાવ આવતો હોય, વજન ઓછું થતું હોય તેવા તાલુકાના ગામોમાં છુપાયેલા આવા દર્દીઓને શોધી તેઓના ગળફાની તપાસ કરાવવી અને જો ટી.બી. પોઝીટીવ હોય તો તેની સારવાર તાત્કાલિક શરૂ કરી આ રાજરોગને આગળ ફેલાતો અટકાવીએ અને વર્ષ 2022 સુધીમાં ગુજરાત રાજ્યને ટી.બી. મુક્ત બનાવીએ એમ જણાવી સૌના સહિયારા પુરુષાર્થથી રાજ્યમાં અને દેશમાંથી ટી.બી.ને દેશવટો આપવાનું આહ્વાન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp