પુલવામા: ગુજરાતી પરિવારે લગ્નમાં ભોજન સમારંભ રદ કરી લીધો આ સંવેદનશીલ નિર્ણય

PC: youtube.com

14મી ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પુલવામામાં જે આતંકી હુમલો થયો છે તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશભરમાં પડ્યા છે. સોશિયલ મીડિયા અને સોશિયલ ઇવેન્ટમાં સૌ કોઈ ભારતવાસી પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ પણ બે મિનિટના મૌન રાખીને શોક પાળ્યો હતો. સોશિયલ મીડિયામાં ગઈકાલથી જ શહીદોને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે પરંતુ સુરતના એક પરિવારે અનોખું પગલું લીધું છે. પોતાની દીકરીના લગ્ન હતા તે ભવ્યાતિભવ્ય રીતે પ્રસંગ કરવાનો હતો પરંતુ લગ્નના થોડા જ કલાકો પહેલા કાશ્મીરમાં જે હુમલો થયો તેના શોકમાં બંને વેવાઈએ સંયુક્ત નિર્ણય કર્યો કે તેઓ લગ્ન ખૂબ જ સાદાઇથી કરશે અને તેમણે જમણવાર પણ મોકૂફ રાખ્યો છે.

સુરતમાં રહેતા શેઠ દેવશી માણેક પરિવારની દીકરી અમીના લગ્ન સંઘવી પરિવારના મિત સાથે થવાના છે. 15મી ફેબ્રુઆરીના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ પરંતુ આ સંબંધીઓ દ્વારા જાહેરખબર દ્વારા મહેમાનોને જણાવવામાં આવ્યુ કે તેઓ કાશ્મીરમાં થયેલા ઘોર આતંકવાદી હુમલામાં દેશના જવાનો શહીદ થતા અમે બંને વેવાઈ પક્ષોએ પરસ્પર સંમતિથી આવતીકાલે લગ્ન સંપૂર્ણ સાદાઈથી કરવાનું નિર્ધારિત કર્યું છે. આ ઉપરાંત જાહેર ભોજન સમારંભ રદ કરી શહીદોની સ્મૃતિમાં સેવા સંસ્થાઓને રૂ. 5 લાખનું અનુદાન અને શહીદ પરીવારોને સંયુક્ત રીતે 11 લાખ આપવાનું નિર્ધારિત કર્યું છે.

આ જાહેરખબર પરિવાર દ્વારા સંબંધીઓને મોકલવામાં આવતા જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને લોકોએ આ નિર્ણયને બિરદાવ્યો હતો. જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી. સોશિયલ મીડિયા પર આ માહિતી વાયરલ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp