સૂર્યાનું મર્ડર કરનાર હાર્દિકની પત્ની બોલી-સૂર્યાએ મારી છેડતી કરી હતી પછી...

PC: khabarchhe.com

સુરતમાં સૂર્યા મરાઠીની હાર્દિક નામના ઇસમે તેના સાથીદારો સાથે મળીને હત્યા કરી નાંખી હતી. હત્યા દરમિયાન હાર્દિક પટેલને ચપ્પુનો ઘા વાગતા તે પણ ઈજાગ્રસ્ત થયો હતો. તેથી તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એક સમયે સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલ એક જ ગેંગમાં રહીને ગુનાખોરીના કામ કરતા હતા. હાર્દિક સૂર્યાનો જમણો હાથ કહેવાતો હતો. સૂર્યા મરાઠીના હત્યાના કેસમાં પોલીસ કુલ સાત આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે અને બે આરોપીને ડીટેઈન કર્યા છે. હાર્દિકના મોત પછી તેની પત્ની નયનાએ મીડિયા સાથે વાતચીત કરતા સૂર્યાએ નવરાત્રીને તેની છેડતી કરી હોવાનું વાત કરી હતી.

નયનાએ જણાવ્યું હતું કે, નવરાત્રીમાં સૂર્યા મરાઠી મારી છેડતી કરી ગયો હતો. આ બાબતે હાર્દિક અને સૂર્યા વચ્ચે મગજમારી થઇ હતી. ત્યારબાદ હાર્દિક અને સૂર્યા વચ્ચે દુશ્મનાવટ થઇ ગઈ હતી. તે સમયે સૂર્યાએ તેના પંટરો અમારી ઘરે મોકલ્યા હતા અને તેને ઘરમાં તોડફોડ કરવાની કોશિશ કોશિષ કરી હતી. ત્યારબાદ કહ્યું હતું કે, હાર્દિકને સરખો રહેવાનું કહી દેજે. સૂર્યાએ છેડતી કર્યા પછી અમે લોકોએ ત્યાથી ઘર ખાલી કરી નાંખ્યું હતું અને પછી અમે લોકો કતારગામમાં આવેલા એક અપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયા હતા. છેડતી થઇ ત્યારે અમે લોકો ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયા હતા પણ હાર્દિકે ફરિયાદ કરવાની ના પાડી હતી.

નયનાએ વધુમાં જણાવ્યું હતું કે, એમની સાથે વાત થઇ ત્યારે તેમને એવું કીધું હતું કે, એકથી બે દિવસમાં ઘરે આવું છું અને પછી સાડા બારથી એક વાગ્યે વાત કરી ત્યારે તેમને કહ્યું કે, હું સિલ્વર સ્ટોનમાં બેઠેલો છું અને મને થોડું વાગ્યું છે. કોને માર્યું એ કહ્યા વગર તેમને ફોન કાપી નાંખ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp