લવ જેહાદ અંગે સંઘવીએ કહ્યું-મુસ્તુફા મહેશ બનીને પ્રેમ કરશે તો ચલાવી લેવાશે નહીં

PC: khabarchhe.com

લવ જેહાદના મુદ્દાઓ ગુજરાતમાં વારંવાર સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે અગાઉ પણ જ્યારે કાયદો બન્યો ત્યારે પણ ગુજરાતમાં તેને લઈને ચર્ચા હતી ત્યારે ફરી એકવાર ગુજરાત કેટલાક દિવસથી લવ જેહાદના મામલે ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે હવે આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આકરા શબ્દોમાં નિવેદન આપ્યું છે. મુસ્તુફા મહેશ બનીને પ્રેમ કરશે તો ચલાવી લેવાશે નહીં. બે દિવસ પહેલા પાટીદાર અગ્રણીઓ દ્વારા પણ લવ જેહાદનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

ત્યારે આજે સુરતમાં યોજવામાં આવેલા એક કાર્યક્રમની અંદર આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, પ્રેમ કરવો એ ગુનો નથી પરંતુ ઘણી જગ્યા નામ બદલીને યુવતીઓને ફસાવવામાં આવી રહી છે. મુસ્તુફા મહેશ હનશે અને પ્રેમ કરશે તો આ મામલે નહીં ચલાવી લેવાય. ગૃહમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, કોઈ મુસ્તુફા મહેશ બનીને પ્રેમ કરશે તો ચલાવી લેવાશે નહીં. આ સાથે તેમણે ગરબા પર લગાવવામાં આવેલા જીએસટીને લઈને કહ્યું હતું કે, એક પાસના 500 રુપિયા હોય તો તેમાં પહેલા વેટ લાગતો હતો અને હવે જીએસટી લાગે છે. ગુજરાતના ગરબા અમારી શ્રદ્ધા છે. ગરબાની શ્રદ્ધા પર રાજનીતિ કરવી યોગ્ય નથી તેમ તેમણે કહ્યું હતું.

આ સાથે તેમણે ડ્રગ્ર મામલે પણ નિવેદન આપતા કહ્યું હતું કે, છેલ્લા 1 વર્ષમાં 5 હજાર કરોડનું ડ્રગ પકડ્યું છે. પંજાબ, દિલ્લી, મહારા, રાજસ્થાનમાં ડ્રગ જતું ગુજરાત પોલીસે અટકાવ્યું છે. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, ડ્રગ્સ મામલે રાજનિતી ના જ થવી જોઈએ. હલકી રાજનિતી દેશની એકતાને તોડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp