સુરતમાં ત્રણ વર્ષની બાળકીને નરાધમોએ પીંખી નાંખી, લોહીલુહાણ હાલતમાં મૂકી ફરાર

PC: news18.com

સુરતમાં હજીરા વિસ્તારમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. માસૂમ બાળકીને પીંખી નાંખતા લોહીલુહાણ અને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગુરુવાર બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બાળકી ગુમ થઈ હતી ત્યારે શોધખોળ કરતા સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ 19 વર્ષના યુવાનના ઘરે અન્ય કોઈ છોકરો બાળકીને ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો હતો.

ત્રણ વર્ષની બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં આરએમઓ મંડલે તપાસ શરૂ કરી. ત્યારે બાળકીને પેટમાં દુઃખતું હોવાથી પેટ દબાવીને તપાસ કરવામાં આવતા તે મોટેથી રડવા લાગી હતી તેવું આરએમઓ મંડલે જણાવ્યું હતું અને તેમજ મોડી રાત સુધી બાળકીની સર્જરી ચાલી હતી.

ત્રણ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવતું હોવાથી બાળકીના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળતું હોવાથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેમજ બાળકીના શરીર પર વીર્યના ડાધા પણ જોવા મળ્યા હતા. બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની પુષ્ટિ થતા પોલીસે શંકાના આધારે મોડી રાતે પાંચ સગીરોની ધરપકડ કરી છે. તેમજ રાતે જ પાંચેય શંકાસ્પદ સગીરોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે, સુરતના હજીરા ખાતે ઝાડીઓમાંથી ત્રણ વર્ષની માસૂમ બાળકી લુહી લુહાણ હાલતમાં મળી આવી હતી ત્યારે અન્ય યુવકો બાળકીને પાડોશીના ઘરમાં મૂકીને ફરાર થઈ ગયા હતા. તેમજ આ ઘટના પગલે પોલીસે પાડોશીમાં રહેતા યુવકની પૂછપરછ પણ કરી હતી.જે રીતે તેને પોલીસ સાથે વાત કરી હતી તેને લઈને પોલીસને શંકા ગઈ હતી અને તેને આધારે રાતે પાંચ શંકમદોની પોલીસે ધરપકડ કરી હતી અને મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મકાન માલિક નીમીત પટેલે કહ્યું કે, બાળકીની માતાનો કોલ તેમણા પર આવ્યો હતો, જેથી તેઓ ઘરેથી ગયા હતા. તેમજ બાળકી લોહીલુહાણ હાલતમાં હોવાથી તરત 108ને કોલ કરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. ચાલીમાં રહેતા ખોલી નં.1માં યુવકે તેમણે વાત કરી હતી કે 10થી 12 વર્ષવો છોકરો બાળકીને ઉંચકીને લોહીલુહાણ હાલતમાં લઈને આવ્યો હતો. તેમજ તે યુવકે લાલ કલરનો શર્ટ અને ચડ્ડ પહેર્યો હતો. તેમજ જ્યારે યુવકે તે છોકરાને પૂછ્યુ હતું કે છોકરી ક્યાંથી મળી હતી ત્યારે છોકરાએ કહ્યું હતું કે ઝાડીઓમાંથી મળી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp