શું ડાંગ જંગલમાં ખરેખર હેલિકોપ્ટર તૂટી પડ્યું?

PC: Khabarchhe.com

ડાંગના જંગલમાં બુધવારે બપોરે ધડાકાભેર એક હેલિકોપ્ટર તૂટી પડ્યું હોવાની વાત આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડાંગ અને તાપી જિલ્લાની બોર્ડર પર બરડીપાડાના જંગલમાં આ હેલિકોપ્ટર અચાનક આકાશમાંથી જમીન પર તૂટી પડ્યું હોવાની વાત છે. જોકે, આ હેલિકોપ્ટર કોનું છે અને તેમાં કેટલા માણસ હતા તેની કોઇ માહિતી બહાર આવી ન હતી. કેટલાકનું માનવું છે કે આ અફવા પણ હોઇ શકે છે. 

 

તાપી જિલ્લાના પત્રકાર અનૂપ ભટ્ટે જણાવ્યું કે બહુ મોટો ધડાકો થયો હતો જેના કારણે લોકો તે સ્થળ પર ભેગા થયા હતા. તંત્રને પણ તેની જાણકારી મળતા સ્થળ પર પહોંચી ગયું છે. તપાસ પછી ખબર પડશે કે હેલિકોપ્ટર કોનું હતું. હેલિકોપ્ટરનો લગભગ ભૂક્કો થઇ ગયો છે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp