હાઇ સિક્યોરિટી વચ્ચે સુરતમાં સ્પાર્કલ પ્રદર્શનમાંથી 6 લાખના હીરા લઇ ચોર રફૂચક્કર

PC: http://cialive.in

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજવામાં આવેલ સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે ચાલી રહેલ સ્પાર્કલ એક્ઝિબીશનમાં અત્યંત ચુસ્ત બંદોબસ્ત, સદંતર સર્વેલન્સ વચ્ચે પણ તસ્કરો ચોરીને અંજામ આપવાની હિંમત કરે છે. વાત કરીએ તો શુક્રવારે 14 ડિસેમ્બ 2018 સાંજે જ્યારે પ્રદર્શનમાં મુલાકાતીઓની સંખ્યા ઠીકઠાક હતી ત્યારે એક ઇસમે સૂરતના સ્થાનીક વેપારીના સ્ટોલ પરથી ચોરી છૂપીથી 99.13 કેરેટના હિરા ખીસામાં ઉતારી લીધા હતા. જોકે પાછળથી બનાવ અંગે જાણ થતા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સરસાણા સ્થિત આવેલ કન્વેન્શન સેન્ટરમાં ચાલતા જેમ એન્ડ જ્વેલરી સ્પાર્કલ 2018 એક્ઝિબીશનમાં સ્ટોલ નંબર 212 કે જે નાનપુરા સ્થિત સિધ્ધીશીલા એપાર્ટમેન્ટમાં રહેતા તેજભાઇ શાહના નામે હતો. જે ધંધે પોતે પણ જ્વેલર છે. શુક્રવારે સાંજે તેમના સ્ટોલ પર એક શખ્શે મુલાકાતી બની ત્યાંથી 99.13 કેરેટના હિરા નજર ચૂકવી ચોર્યા હતા. જોકે ત્યારે કંઇ પણ ખ્યાલ આવ્યો ન હતો. જે બાદ હિરાના સ્ટોકમાં ઘટ આવતા તપાસ હાથ ધવામાં આવી હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, કુલ રૂ.6 લાખના હિરા મીસીંગ હતા.

જો કે તે બાદ વધુ સમય વ્યય ન કરતા CCTV કેમેરા તપાસવામાં આવ્યા જેમાં ગઠિયો ચોરી કરતો સ્પષ્ટ પણે દેખાતો હતો. જોકે આ બનાવ અંગે પોલીસ ફરિયાદ કરાઇ છે. પોલીસે ગઠિયાને જલ્દી થી જલ્દી પકડી પાડવાની સંભાવના વ્યક્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp