26th January selfie contest

દુખથી મુક્ત થવું હોય તો વિચારધારા-જીવનશૈલી બદલો: આચાર્ય વિજય કીર્તિયશસૂરિશ્વરજી

PC: Khabarchhe.com

સામાન્ય સંજોગોમાં લગભગ પ્રત્યેક વ્યક્તિની માનસિકતા એવી હોય છે કે દુખી થયા વગર જીવન પસાર કરે. પરિણામે તે દુખ મુક્ત થવા માટે સતત પ્રયત્નો કર્યા જ કરે છે. લાખ પ્રયાસો પછી પણ દુખ આવ્યા જ કરે છે. એનું કારણ શું. કારણ કે તમે દુખ મુક્ત થવા માટેના જે પણ પ્રયત્નો કરો છો તે અવળી દિશાના ને અવળા છે. પરિણામે આવા પ્રયત્નો વ્યર્થ ગયા વગર રહે જ નહીં. આવી વિકટ સ્થિતમાં સવળી દિશામાં સવળા પ્રયત્નો માટેનો રસ્તો મહાવીર પ્રભુએ બતાવ્યો છે. દુખ મુક્તિની સાધના કરવી હોય તેમણે સંસાર પ્રત્યેનો લગાવ તોડવા પ્રયાસ-પુરુષાર્થ કરવો પડે તેમ કલ્યાણ મંદિર, સુરત ખાતે આચાર્ય વિજય કીર્તિયશસૂરિશ્વરજી મહારાજે કહ્યું હતું.

આચાર્ય ભગવંતે કહ્યું કે, સંસાર પ્રત્યે લગાવ નથી એવા ભ્રમમાં રહેતા નહીં. કોઇ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિને વળગી રહેવું, જુઠું બોલો, ચોરી, લૂંટ કરોને ભલા દુખ ન આવે એવું કયારેય બને ખરું. દુખ આવે જ. કામ-ભોગ પાછળ પાગલ બનીને જ્યાં ત્યાં ભટકો તો દુખ આવ્યા વગર રહે ખરું. જો ખરેખર તમારે દુખથી મુક્ત થવું હોય તો વિચાર ધારા અને જીવનશૈલી બદલી નાંખો. અત્યાર સુધી જે પાપ તમારા હાથે થયા તેનો એકારાર કરો, તેમાંથી મુક્ત થવા પ્રાયશ્ચિત કરો, આજથી હવે હું પાપ નહીં કરું એવો નિર્ણય કરો ને એ મુજબ જીવવાનો પ્રયત્ન શરૂ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp